ચંદીગઢ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે ગ્રામીણ વિકાસ ફંડ માટે કેન્દ્ર સરકાર પાસેથી ૧૭૬૦ કરોડ રૂપિયા મળશે. તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કર્યા બાદ મીડિયાને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે કેન્દ્રીય પ્રધાને છેલ્લા ખરીફ પાક અને રવિ ખરીદીની સિઝન માટે બાકી ગ્રામીણ વિકાસ ભંડોળની ચૂકવણીઓ મુક્ત કરવા જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આના કારણે પંજાબને રૂ.૧૭૬૦ કરોડથી વધુનો આર્થિક લાભ થશે. મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ પર તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી. જેના પરિણામે પંજાબ સરકારને વાર્ષિક રૂ. ૨૮૦૦ કરોડથી વધુનો નાણાકીય લાભ મળશે. છછઁના પ્રવક્તાએ કહ્યુ કે મુખ્યમંત્રી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગ્રામીણ વિકાસ ફંડના ૧૭૬૦ કરોડ રૂપિયા છોડવાની માંગને સ્વીકારી લીધી છે. રાજ્યની એડિડ અને ખાનગી કોલેજાેની ખામીઓની તપાસ માટે માન સરકાર એક સમિતિ બનાવશે. આ માહિતી ઉચ્ચ શિક્ષણ મંત્રી ગુરમીત સિંહ મીત હરેએ આપી હતી. તેમણે કહ્યુ કે અમે એડિડ અને ખાનગી કોલેજાેની ગેરરીતિઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનુ કહ્યુ છે. તેઓ વિભાગની કામગીરીની સમીક્ષા કરવા અગ્ર સચિવ જસપ્રીત તલવાર, ડીપીઆઈ (કોલેજ) રાજીવ કુમાર ગુપ્તા અને વિભાગના અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. જ્યાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ સેન્ટ્રલાઈઝ એડમિશન પોર્ટલની વર્તમાન સ્થિતિનો હિસાબ લીધો હતો અને તમામ સરકારી અને અનુદાનિત કોલેજાેમાં આ બાબત સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી અને કોઈ પણ કોલેજને આ સંદર્ભે અવગણવામાં ન આવે તેમ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે વિવિધ કોર્સના પાઠ્યક્રમમાં આજના ઉદ્યોગની જરૂરિયાતો, આધુનિક સમયની જરૂરિયાતો અનુસાર સુધારો કરવામાં આવે.
