ચંદીગઢ
પંજાબના પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે વિભાગના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં પિગ મીટ માર્કેટને પ્રભાવિત કરી રહેલા બહારના રાજ્યોથી ગેરકાયદે રીતે લાવવામાં આવી રહેલા ડુક્કરો અને તેની સાથે સંબંધિત ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા વેપારીઓને પકડવા માટે સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવે. તેમણે કડક નિર્દેશ આપ્યા કે સરહદી ગામોની સંપર્ક રસ્તાઓ પર તકેદારી વધારવા ડીજીપી પંજાબને પત્ર લખવામાં આવે. અહીં પ્રોગ્રેસીવ પિગરી ફાર્મસ એસોસિયેશનના પ્રતિનિધિઓની ફરિયાદ સાંભળીને કેબિનેટ પ્રધાન લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યુ હતુ કે રાજ્યમાં ભૂંડના ગેરકાયદે પ્રવેશથી ભૂંડના પાલકોને આર્થિક નુકસાન થવા ઉપરાંત રાજ્યમાં ફાર્મના પાલતુ ડુક્કરોને જંગલી ડુક્કરોના આવવાથી આફ્રિકન સ્વાઈન ફીવર જેવી ગંભીર બિમારીઓ ફેલાવાનો પણ ડર રહે છે. પશુપાલન નિયામક ડૉ. સુભાષચંદ્ર ગોયલે કેબિનેટ મંત્રીને જણાવ્યુ હતુ કે આ સમસ્યાના નિરાકરણ માટે વિભાગે રાજ્યમાં એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ ઊભી કરીને વેટરનરી અધિકારીઓને તૈનાત કર્યા છે. જેઓ પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. કેબિનેટ મંત્રીએ મુખ્ય માર્ગોની ચેકપોસ્ટની સાથે ડીજીપી પંજાબને પત્ર લખીને ગેરકાયદે ભૂંડ અને તેમના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા વેપારીઓને પકડવા માટે સ્થાપિત વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પશુપાલન વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. તેમણે નિર્દેશ આપ્યા કે સરહદો પર આવતા ગામોના લિંક રોડ પર પણ તકેદારી વધારવી જાેઈએ જેથી રાજ્યમાં ડુક્કર ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.