Chandigarh

પંજાબમાં ૫૧ લાખ લોકોને ૧ સપ્ટેમ્બરથી વિજળી બિલ આપવું પડશે નહીં

ચંડીગઢ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, રાજ્યના આશરે ૫૧ લાખ પરિવારોએ ૧ સપ્ટેમ્બરથી વીજળીનું બિલ આપવું પડશે નહીં. મુખ્યમંત્રીએ ૬૬ કિલો વોલ્ટ બુટારી-બ્યાસ લાઇન લોકોને સમર્પિત કર્યા બાદ કહ્યું કે રાજ્યની આમ આદમી સરકારે સમાજના દરેક વર્ગને બિલમાં ફ્રી ૬૦૦ યુનિટ વીજળી ફ્રી ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, ‘જન સમર્થક પહેલ’થી રાજ્યના કુલ ૭૪ લાખ લોકોમાંથી ૫૧ લાખ ઘરોનું સપ્ટેમ્બરથી શૂન્ય લાઇટ બિલ આવશે. પંજાબમાં કુલ ૭૪ લાખ વીજળી ગ્રાહકો છે. માને પાછલા મહિને કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યના લોકોને આપવામાં આવેલી ગેરંટી પૂરી કરી રહી છે. પંજાબમાં લાઇટ સપ્લાય માટે બે મહિનાની બિલિંગ સાઇકલ છે. એક સત્તાવાર નિવેદનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના કિસાનોને પ્રથમવાર નિયમિત, કોઈ કાપ વગર અને સરપ્લસ લાઇટ મળી છે. માને કહ્યું કે રાજ્યની પ્રગતિ અને લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર અભૂતપૂર્વ પહેલ કરી રહી છે. ૬૬ કેવી લાઇન પર તેમણે કહ્યું કે, સરહદી જિલ્લાના ૭૦ ગામોને નિયમિત રૂપથી રોશન કરનારી આ મહત્વપૂર્ણ લાઇન છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે. ભગવંત માને કહ્યુ કે, તેમણે પદભાર સંભાળ્યા બાદ અધિકારીઓને કહ્યું હતું કે તે નક્કી કરો કે પરિયોજના જલદી પૂર્ણ થાય. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પરિયોજના પર કુલ ૪.૪૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પરિયોજનાથી આશરે ૨ લાખથી વધુ ગ્રાહકોને લાભ થશે, જેણે હવે લાઇટ કાપ કે ઓવરલોડિંગનો સામનો કરવો પડશે નહીં. રાજ્યના બજેટમાં કુલ લાઇટ સબ્સિડી બિલ ૧૫૮૪૫ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જે ૨૦૨૧-૨૨ મા ૧૩૪૪૩ કરોડ રૂપિયા હતા. ૨૭ જૂને જ્યારે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યનું બજેટ રજૂ કર્યું તો કહ્યું હતું કે ૩૦૦ યુનિટ ફ્રી વીજળી ઉપલબ્ધ કરાવવાથી સરકારી ખજાના પર ૧૮૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે. પંજાબ વિવિધ કેટેગરીમાં સસ્તી વીજળી પ્રદાન કરે છે. જેમાં માત્ર કૃષિ ક્ષેત્રને ફ્રી વીજળી માટે સબ્સિડી બિલ લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયા છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *