ચંદીગઢ
પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે. મુખ્યમંત્રી ભગવંત માને પોતે આવક વધારવા માટે ઘણા પગલાં લીધા છે. તેમણે દારૂ દ્વારા ૯ હજાર કરોડથી વધુની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીનો પણ મુક્ત કરી રહી છે. જેના વિશે વાત કરતા મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યુ હતુ કે જાે ૬૦ હજાર એકર જમીન અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવે તો પંજાબનુ દેવુ સમાપ્ત થઈ શકે છે. પંજાબ ય્જી્ અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં વધી રહેલા ય્જી્ આંકડા સૂચવે છે કે રાજ્યમાં ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓની માંગ વધી રહી છે. જાે આપણે પાડોશી રાજ્ય હરિયાણાની વાત કરીએ તો ય્જી્ કલેક્શનના મામલે તે પંજાબથી આગળ છે. આ વર્ષે તે ૫૧ ટકા વધીને ૧૬૮૩ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. હરિયાણાએ ૭૭% વૃદ્ધિ સાથે રૂ. ૬૭૧૪ કરોડની આવક હાંસલ કરી છે. ગયા વર્ષે જૂન મહિનામાં હરિયાણાને ૩૮૦૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી. વળી, આ વખતે હિમાચલમાં પણ જૂન મહિનામાં ય્જી્ કલેક્શનમાં ૩૪%નો વધારો નોંધાયો છે.પંજાબે એક વર્ષમાં દોઢ હજાર કરોડ રુપિયાથી વધુ જીએસટી કલેક્શન કર્યુ છે. ડેટા મુજબ ગયા વર્ષે એટલે કે જૂન-૨૦૨૧ સુધી પંજાબે ૧૧૧૧ કરોડ રૂપિયાનો ય્જી્ હાંસલ કર્યો હતો. જ્યારે આ વર્ષે તે ૫૧% વધીને ૧૬૮૩ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ ઘણા રાજ્યો કરતાં વધુ છે.
