Chandigarh

પંજાબ સરકારે કરી કેન્દ્ર પાસે વિશેષ પેકેજની માગ

ચંડીગઢ
પંજાબ સરકાર દ્વારા રાજ્યના ત્રણ મોટા મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ નાણાકીય પેકેજની માગ કરવામાં આવી છે. સરકારે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા, પાકની વિવિધતા વધારવા અને સ્ટબલ બાળવાને ઘટાડવા માટે નાણાકીય પેકેજની માગ કરી છે, જેની માહિતી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી. છછઁના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે જણાવ્યું છે કે, રાજ્યના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરસમક્ષ વિશેષ પેકેજની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, ધાલીવાલે બેંગ્લોરમાં કૃષિ અને બાગાયત મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રીયમંત્રી તોમર સાથે મુલાકાત કરી હતી. પરાળ સળગાવવાના કેસ પર પ્રતિબંધ મૂકાશે માલવિન્દર સિંહ કાંગે જણાવ્યું હતું કે, આ વિશેષ પેકેજ દ્વારા ખેડૂતોને આર્થિક સમસ્યાઓમાંથી રાહત આપવા અને પાક વૈવિધ્યકરણનેપ્રોત્સાહન આપવાની સાથે જ પરાળ બાળવાના મામલાઓનો અંત આવશે. આ સાથે જ તેમણે સરહદી વિસ્તારના ખેડૂતો માટે પ્રતિ એકર ૧૫હજાર રૂપિયા વળતરની પણ માગ કરી હતી. દેશનું પેટ ભરવામાં પંજાબની મહત્વની ભૂમિકા માલવિન્દર સિંહ કાંગે જણાવ્યું હતું કે, પંજાબ એક કૃષિ આધારિત રાજ્ય છે, જેની અર્થવ્યવસ્થા પણ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. દેશનેખવડાવવામાં પંજાબની મહત્વની ભૂમિકા છે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની ફરજ છે કે, પંજાબના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટેપગલાં ભરે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *