ચંદીગઢ
મુખ્યમંત્રી ભગવંત સિંહ માન દ્વારા આપવામાં આવેલા વચનને પૂર્ણ કરીને, પંજાબ સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના તમામ સ્થાનિક કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કરી દીધા છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (પી.એસ.પી.સી.એલ) એ આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે. ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યુ કે જે લોકોએ ૩૦ જૂન, ૨૦૨૨ સુધી તેમના બાકી લેણા ચૂકવ્યા નથી. તેમના ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના બાકી વીજળીના બિલો માફ કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યુ કે જે વીજ જાેડાણો કાપી નાખવામાં આવ્યા છે જે પુનઃસ્થાપિત કરવા શક્ય નથી, તે અરજદારની વિનંતી પર (પી.એસ.પી.સી.એલ) દ્વારા ફરીથી જાહેર કરવામાં આવશે. સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, પૂજા સ્થાનો, સરકારી રમતગમત સંસ્થાઓ, લશ્કરી આરામ ગૃહો, સરકારી સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયો વગેરે જેવા અન્ય તમામ ગ્રાહકોને આ માફી યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહિ. સરકાર રાજ્યના તમામ લાયક રહેવાસીઓને દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી પૂરી પાડે છે.


