Chandigarh

પોલીસનું શરમજનક આપ્યું નિવેદન, કહ્યું- “સ્ટુડન્ટ્‌સ પ્રદર્શનની મજા લઈ રહ્યા છે”

મોહાલી
મોહાલીની ચંડીગઢ યુનિવર્સિટી હોસ્ટલમાં યુવતીઓના આપત્તિજનક વીડિયો બનાવવાના મામલે પોલીસે સિમલાથી તે યુવકની પણ ધરપકડ કરી લીધી છે. જેને આરોપી યુવતી વીડિયો મોકલતી હતી. આ સાથે જ પોલીસે સિમલાથી જ એક અન્ય યુવકની પણ ધરપકડ કરી છે. પરંતુ આ મામલે હવે પોલીસની તપાસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોલીસ મામલાને દબાવવાની કોશિશ કરી રહી છે. આરોપ છે કે પોલીસ પીડિત યુવતીઓને કોઈને મળવા દેતી નથી. હદ તો ત્યારે થઈ જ્યારે મોહાલીના એસએસપીએ એમ કહી દીધુ કે વિદ્યાર્થીઓ મજા લેવા માટે પ્રદર્શન કરી રહ્યા છે અને યુવતીઓ કમજાેર હોય છે. ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પીડિત વિદ્યાર્થીનીઓ માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આટલા ગંભીર મુદ્દા પર પોતાના સાથીઓ સાથે ખભેથી ખભો મીલાવીને ઊભા છે. પરંતુ મોહાલીના એસપી ગ્રામીણ નવરીત ર્વિકએ વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને મજાક ગણાવી દીધુ. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ એન્જાેયમેન્ટ માટે પ્રદર્શન કરી રહ્યા છે. તેમના વિવાદિત નિવેદન માટે જુઓ વીડિયો…. એસપીના આ નિવેદનથી તમે અંદાજાે લગાવી શકો છો કે વિદ્યાર્થીઓની માંગણી પ્રત્યે પોલીસ કેટલી ગંભીર હશે. બીજી બાજુ વિદ્યાર્થીઓને પોલીસની વાતો અને ભરોસા પર વિશ્વાસ નથી. વિદ્યાર્થીઓ પોતાની માંગણી પર મક્કમ છે. તેમનો આરોપ છે કે પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસન મામલાને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. પીડિત યુવતીઓને મીડિયા સામે આવીને નિવેદન આપવા દેવામાં આવતી નથી. તેમને નજરકેદ કરાઈ છે. પરંતુ ચંડીગઢ યુનિવર્સિટીનું પ્રશાસનનું કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થી પર દબાણ નથી. ચંડીગઢ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સ વેલફેર ડાયરેક્ટર અરવિંદર કાંગે કહ્યું કે અમે કોઈના ઉપર પ્રેશર બનાવી રહ્યા નથી. અમે એટલા માટે બધાને ઈનવાઈટ કર્યા છે જેથી કરીને તમે આવીને તેમની સાથે વાત કરી શકો. ચંડીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બાથરૂમમાં ૬૦ યુવતીઓના વીડિયો બનાવવાના આરોપનો મામલો ઉકેલાવવાની જગ્યાએ ગૂંચવાતો જાય છે. પોલીસનો દાવો છે કે યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાર્થીનીએ આત્મહત્યાની કોશિશ કરી નથી. પોલીસ આ પ્રદર્શન દરમિયાન ગરમીના કારણે વિદ્યાર્થીનીઓના બેહોશ થવાને મામૂલી ઘટના ગણાવી રહી છે. પરંતુ યુનિવર્સિટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે વીડિત વિદ્યાર્થીનીઓ પર દબાણ સર્જીને નિવેદન બદલવાનું કહેવાયું છે. એટલું જ નહીં પોલીસ તો એ વાતનો પણ ઈન્કાર કરી રહી છે કે આરોપી યુવતીએ પોતાના સિવાય અન્ય કોઈના વીડિયો બનાવ્યા છે. પોલીસના જણાવ્યાં મુજબ મોબાઈલ ફોનમાંથી આરોપી યુવતી સિવાય કોઈના પણ વીડિયો મળ્યા નથી. પોલીસનું આ નિવેદન આરોપી યુવતીના કબૂલાતનામા અને તેની વોર્ડન સાથે થયેલી વાતચીતથી બિલકુલ ઉલ્ટું છું. આરોપી યુવતી સાથે પૂછપરછમાં વોર્ડને સ્વીકાર્યું છે કે વિદ્યાર્થીનીઓના વીડિયો બન્યા છે જ્યારે પોલીસનું કહેવું છે કે યુવતીએ ફક્ત ૪ વીડિયો બનાવ્યા અને તે પણ તેના પોતાના. આ મામલે અત્યાર સુધીમાં ૩ ધરપકડ થઈ છે. પહેલી ધરપકડ ચંડીગઢ યુનિવર્સિટીની આરોપી વિદ્યાર્થીનીની થઈ છે જ્યારે બીજી ધરપકડ સિમલાના રોહડથી ૨૩ વર્ષના સની મહેતાની થઈ છે. જે એક બેકરીમાં કામ કરે છે. આરોપી વિદ્યાર્થીની પણ સિમલાના રોહડની રહીશ છે. ત્રીજી ધરપકડ સિમલામાં ઢલીથી ૩૧ વર્ષના રંકજ વર્માની થઈ છે. જે ટુર એન્ડ ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. સોશિયલ મીડિયા પર જે યુવકની તસવીર વાયરલ થઈ રહી છે તે હકીકતમાં રંકજ વર્મા છે. આ બધા વચ્ચે આરોપી યુવતી અને તેના મિત્રની ચેટ પણ સામે આવી છે. ચેટમાં વીડિયો મોકલવાનો પણ ઉલ્લેખ કરાયો છે. સિમલાથી ધરપકડ આરોપીઓને પંજાબ પોલીસને સોંપી દેવાયા છે. હાલ પોલીસ આરોપી વિદ્યાર્થીનીના મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈઝની તપાસ કરી રહી છે. આ ઘટના પર વિવાદ વધવાથી અનેક વિદ્યાર્થીઓ કેમ્પસ છોડીને ઘર જઈ રહ્યા છે. વીડિયો લીક થવાની ઘટનાથી તેઓ ખુબ ગુસ્સામાં પણ છે. ચંડીગઢ યુનિવર્સિટી સ્સ્જી કાંડને લઈને થઈ રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે યુનિવર્સિટીએ એક અઠવાડિયાની રજા રાખવાનો ર્નિણય લીધો છે. પહેલા આ રજા બે દિવસની હતી જેને વધારીને એક અઠવાડિયાની કરવામાં આવી છે. બીજી બાજુ એ પણ સમાચાર છે કે વાયરલ વીડિયો કાંડ બાદ યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટલના બે વોર્ડનને પણ સસ્પેન્ડ કરી દીધા છે. જેમાંથી એક વોર્ડન વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળી રહ્યા હતા. જે આરોપી વિદ્યાર્થીનીને ફટકાર લગાવી રહ્યા હતા.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *