Chandigarh

સિદ્ધુ મુસેવાલાના પિતાએ કહ્યું- “એક મહિનામાં ન્યાય ન મળ્યો તો હું દેશ છોડી દઈશ”

ચંદીગઢ
દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના પુત્રની હત્યા કેસની તપાસમાં નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જાે એક મહિનામાં કંઈ નહીં થયું તો તે એફઆઈઆર પરત લઈ લેશે અને દેશ છોડી દેશે. બલકૌર સિંહે કહ્યુ, ‘મારા બાળકની હત્યા ષડયંત્ર ઘડી કરવામાં આવી. પોલીસ તેને ગેંગવોરની ઘટના તરીકે દેખાડવા ઈચ્છે છે. મેં મારી સમસ્યાઓ જણાવવા માટે ડીજીપી પાસે સમય માંગ્યો છે. એક મહિનો રાહ જાેવાનો છું, જાે કંઈ થશે નહીં તો હું મારી એફઆઈઆર પરત લઈ લઈશ અને દેશ છોડી દઈશ. નોંધનીય છે કે પંજાબના માનસા જિલ્લામાં ૨૯ મેએ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા તે સમયે થઈ હતી જ્યારે તે પોતાના મિત્ર અને પિતરાઈ ભાઈની સાથે એક જીપમાં માનસાના જવાહર ગામ જઈ રહ્યો હતો. તેના વાહનને રોકી શૂટર્સે ગોળીઓ ચલાવી હતી. બિશ્નોઈ જૂથના સભ્ય ગોલ્ડી બરાડે મૂસેલાવાની હત્યાની જવાબદારી લીધી હતી. પોલીસ આ મામલામાં અત્યાર સુધી ઘણા આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. આ વચ્ચે ચંદીગઢ પોલીસે શનિવારે જણાવ્યું કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પોલીસને ધરપકડ કરાયેલા વ્યક્તિ મોહિત ભારદ્વાજના કબજામાંથી અમેરિકામાં બનેલી એક પિસ્તોલ મળી છે. પોલીસે જણાવ્યું કે મોહિત ગેંગસ્ટર દીપક ટીનૂનો નજીકનો હતો. ટીનૂ માનસા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. પરંતુ બાદમાં તેની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ટીનૂ પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં આરોપી છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *