ચંદીગઢ
જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટર માઇન્ડ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના ગોલ્ડી બરાડ કેનેડાથી ભાગી ગયો છે અને અન્ય જગ્યાએ છુપાઈ ગયો છે. તેમનું કહેવું છે કે, તે કેલિફોર્નિયામાં છુપાયેલો હોઈ શકે છે. ગોલ્ડી બરાડ વિરુદ્ધ પોલિસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેતો વીડિયો ગોલ્ડી બરાડે જાહેર કર્યો હતો. તેના વીડિયો સંદેશમાં ગોલ્ડી બરાડે કહ્યુ હતુ કે, મૂસેવાલા કેસમાં મારું નામ જાેડાયું છે. મને કોઈ પસ્તાવો નથી. મેં પહેલાં પણ કહ્યુ હતુ કે, આ કામ મેં કરાવ્યું છે. સિદ્ધૂ દોષી હતો. અમારા બે ભાઈની હત્યામાં તેનો હાથ હતી. મૂસેવાલાએ તેની ગાયક તરીકેની ઇમેજને સત્ય સાબિત કરવાની કોશિશ કરી હતી. તેણે એવી ભૂલો કરી હતી કે જે ભૂલી શકાય નહીં. તેને સજા મળવાની જ હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૯ મેના દિવસે પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ત્યારે કોઈ સંબંધીને મળવા જઈ રહ્યા હતા. હથિયારધારી ચાર અસામાજિક તત્વોએ સિદ્ધૂની થાર પર હજારો ગોળીઓ ચલાવી હતી. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધા પછી પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના કેનેડામાં રહેતા સહયોગી સતિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડનો એક ડેટાબેઝ તૈયાર કર્યો હતો. પોલિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયર પ્રમાણે, બિશ્નોઈ ૧૨ વર્ષોમાં ૩૬ ગુનાઓમાં સંડોવાયેલો હતો. ત્યાં ગયા ૨૦ મહિનામાં બરાડને ૮ કેસમાં આરોપી સાબિત કરવામાં આવ્યો છે. તો ગયા રવિવારે સિદ્ધૂ મૂસેવાલાના નિવાસ સ્થાન પર પહોંચેલા પ્રશંસકોને સંબોધિત કરતા સિદ્ધૂની માતા ચરણ કૌરે જણાવ્યુ હતુ કે, તેમના દીકરાની હત્યા થયાંને ચાર મહિના થયા છતાં સરકારને કોઈ ચિંતા નથી. તેમણે કહ્યુ હતુ કે, સિદ્ધૂના હત્યારોઓને ફાંસીની સજા થવી જાેઈએ. ગેંગસ્ટરોના કહ્યા પ્રમાણે કેટલાક નવજવાનો એવી ઘટનાઓે અંજામ આપે છે કે તેમાં કોઈ સુનાવણી કરવાની હોતી નથી અને તેમનું ભવિષ્ય તબાહ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ ચંદીગઢ પીજીઆઈમાં ભરતી છે. તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી રહી છે. પંજાબ પોલીસે સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસમાં કુલ ૨૩થી વધુની ધરપકડ કરી છે અને ૩૫થી વધુ આરોપીઓને આ કેસમાં નામ જાહેર કર્યા છે અને ત્યારે હત્યાકાંડના બે આરોપી શૂટર્સની એન્કાઉન્ટરમાં મોત થઈ છે.


