ચંડીગઢ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે રક્ષાબંધનના શુભ અવસર પર આજે હું મારી બહેનોને એક ખાસ ભેટ આપી રહ્યો છુ. અમે ૬ હજાર આંગણવાડી કાર્યકરોની ખાલી જગ્યાઓ ભરીશુ. જેઓ લાયકાત ધરાવતા હોય અને જેમને રોજગાર જાેઈએ છે તેઓ ડિગ્રી અનુસાર આ માટે ફોર્મ ભરી શકે છે. મુખ્યમંત્રી માને કહ્યુ, ‘અમે મહિલાઓને આર્થિક મદદ આપવાનુ વચન આપ્યુ હતુ અને અમે તે વચન પૂરુ કર્યુ. હવે રોજગારી આપીશુ. મારી બહેનો જે નોકરી માટે લાયક છે તેમણે ક્યાંય ભટકવુ નહિ પડે. હવે તકો છે, કોઈ લાંચ નથી, કોઈ ભલામણ નથી. અમે યોગ્યતાના આધારે નોકરી આપીશુ.’ તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માને બાબા બકાલા સાહિબ ખાતે રખર પુનિયાના અવસર પર આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે આપ સરકારને છ મહિના પણ પૂરા થયા નથી અને સરકારે ૪ ગેરંટી પૂરી કરી છે. અમે કેટલીક એવી ગેરેન્ટી પણ પૂરી કરી હતી જે પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમના એજન્ડામાં ન હતી. મુખ્યમંત્રી માન એક તરફ પંજાબના લોકોનો આપ સરકારમાં વિશ્વાસ જાળવી રાખવા માટે આગામી બે-ત્રણ મહિનામાં મહિલાઓને નોકરી આપવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના બેરોજગારોને પણ આગમી દિવસોમાં તેમની યોગ્યતા મુજબ નોકરી આપવામાં આવશે તેવો ભરોસો આપ્યો. આ દરમિયાન છછઁના એક નેતાએ માનની પ્રશંસા કરતા કહ્યુ કે તેમની સરકારની પ્રથમ રક્ષાબંધનના અવસર પર તેમણે રાજ્યમાં આંગણવાડીમાં ૬ હજાર મહિલાઓને નોકરી આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન શિરોમણી અકાલી દળના વિસર્જન પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર પણ મુખ્યમંત્રી માને વાત કરી. મુખ્યમંત્રીએ કહ્યુ કે આ તેમનો આંતરિક મામલો છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમના બત્રીસ દાંત છે અને શિરોમણી અકાલી દળ વિશે અમારી વાત સાચી સાબિત થઈ રહી છે. શિરોમણી અકાલી દળ ૧૯૨૦માં શરૂ થયુ હતુ અને ૧૦૦ વર્ષ પછી હવે ખતમ થઈ જશે. આજે તેની આંતરિક સ્થિતિ જાેતા લાગે છે કે તે લુપ્ત થવાના આરે છે કારણ કે તેમનો ગ્રાઉન્ડ સપોર્ટ ખતમ થઈ ગયો છે.