Chandigarh

ચંદીગઢમાં આપના સૌથી વધુ કાઉન્સિલરો જીત્યા પરંતુ મેયર ભાજપના

ચંડીગઢ
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના સૌથી વધુ કાઉન્સિલરો જીત્યા હોવા છતાં, ભાજપે પણ મેયર માટે દાવો કર્યો હતો, જેની સાથે મેયરની ચૂંટણી રસપ્રદ બની હતી. મેયરની ચૂંટણીમાં ભાજપ અને ‘આપ’પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હતો, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. આવી સ્થિતિમાં સીધો મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ હતો. ચૂંટણી દરમિયાન ભંગાણના ડરથી આમ આદમી પાર્ટીએ કાઉન્સિલરોને દિલ્હી શિફ્ટ કર્યા હતા. ચંદીગઢના નવા મેયરની ચૂંટણી ૮ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં યોજાઈ હતી. મેયરની સાથે ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પણ ચૂંટાયા હતા. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર માટે ગુપ્ત મતદાન હાથ ધરાયુ હતું. મતગણતરી દરમિયાન આમ આદમી પાર્ટીનું એક બેલેટ પેપર ફાટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફાટેલા બેલેટ પેપરનો મત નકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેયર માટે માત્ર મહિલા કાઉન્સિલરો જ ઉમેદવારી કરી શકતા હતા, કારણ કે આ પદ પ્રથમ અને ચોથા વર્ષ માટે મહિલા કાઉન્સિલરો માટે અનામત છે.ચંદીગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ અહીં પોતાના પક્ષના મહિલાને મેયર બનાવ્યા છે. બીજેપીના સરબજીત કૌર ચંદીગઢના મેયર બન્યા છે. ફાટેલા બેલેટ પેપરને કારણે આમ આદમી પાર્ટીનો એક વોટ રદ્દ થયો છે. મેયરની ચૂંટણી પરિણામો બાદ આમ આદમી પાર્ટીના તમામ કાઉન્સિલરો ધરણા પર બેસી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઝપાઝપી બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે માર્શલને બોલાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *