Chandigarh

પોલીસ અથડામણમાં મૂસેવાલાનો હત્યારો જગરૂપ ઠાર થયો

ચંડીગઢ
પંજાબના અટારી બોર્ડર પાસે કોઈ સુમસામ વિસ્તારમાં બનેલી જૂની હવેલી માં બે ગેંગસ્ટર્સ જગરૂપ સિંહ રૂપા અને મન્નુ કૂસા છૂપાઈને બેઠા છે. અથડામણ છેલ્લા બે કલાકથી ચાલુ છે એટલે ગેંગસ્ટર્સ પાસે ભારે સંખ્યામાં હથિયારો છે. પોલીસ અને ગેંગસ્ટર્સ વચ્ચે અત્યાર સુધીમાં અનેક રાઉન્ડ ફાયરિંગ થઈ ચૂક્યું છે. પોલીસના અનેક ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ગેંગસ્ટર જગરૂપ સિંહ ઉર્ફે રૂપાના હોવાની સૂચના મળ્યા બાદ પોલીસ ટીમ ત્યાં પહોંચી અને પછી બંને બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગયું. અનેક રાઉન્ડ ગોળીઓ છૂટી. જગરૂપ સિંહ રૂપા અને મન્નુ કૂસા બંને શાર્પ શૂટર્સ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટરમાં રૂપા માર્યો ગયોજ્યારે મનુ એકે-૪૭થી સતત ફાયરિંગ કરી રહ્યો છે. આ અથડામણમાં ૩ પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલ ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસે તાબડતોબ એક્શન લીધા હતા અને અનેક ગેંગસ્ટર્સની ધરપકડ કરવામાં આવી પણ આ બે જ ગેંગસ્ટર્સ ફરાર હતા. જેમાંથી પોલીસે આજે એકને ઠાર કર્યો. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ૨૯મી મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં તેમના ગામની પાસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ અને પંજાબ પોલીસ વચ્ચે અટારી બોર્ડર પાસે અથડામણ થઈ. જેમાં એક શૂટર જગરૂપ સિંહ રૂપાને પોલીસે ઠાર કર્યો. બે-ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમાચાર છે. અટારી બોર્ડર પાસે પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે હજુ ફાયરિંગ ચાલુ છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *