Chhattisgarh

છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે હ્લૈંઇ કરી

રાયપુર
છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ પ્રકારના ફેશન શો યોજવા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ફેશન શોનું આયોજન હ્લડ્ઢઝ્રછ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેલિબંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાલાસર મંદિરમાં આ ફેશન શો યોજાયો હતો. આરિફ અને મનિષ નામના બે વ્યક્તિઓએ આ ફેશન શો યોજ્યો હોવાનું સામે આવ્યું હતું. વીડિયોમાં જાેઈ શકાય છે કે, બજરંગ દળના સભ્યો આ ફેશન શોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ફેશન શોના આયોજકો પાસેથી હિન્દુ મંદિરમાં આ પ્રકારનો શો યોજવા અંગે ખુલાસો માગી રહ્યા છે. તો બીજી તરફ વીડિયોમાં એક હિજાબ પહેરેલી મહિલા જાેઈ શકાય છે. તે આયોજકો તરફથી દલીલો કરી રહી છે. તો આ ફેશન શોને લઈને હિન્દુ ધર્મના સંસ્કારોની વિરુદ્ધમાં છે તેવું જણાવ્યું હતું. આ ફેશન શોને લઈને મંદિરના હોલમાં સ્ટેજ બનાવવામાં આવ્યો છે. મંદિરની મુલાકાત લેતા લોકોને પણ ફેશન શો જાેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ત્યારે બજરંગ દળનો સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ ફેશન શોનો વિરોધ કર્યો હતો. તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આયોજકો સાથે આ મામલે વાત કરી હતી. તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણીના જણાવ્યા અનુસાર, આ મામલે તેલિબંધા પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વાધવાણીએ કહ્યુ છે કે, હિન્દુ ધાર્મિક મંદિરમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાથી લોકોની લાગણી દુભાઈ છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *