છત્તીસગઢ
સેમરીયા ચોકી ખંડસરાના એક શખ્સે બે માસ પહેલા તેની પત્ની વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી. આ રિપોર્ટમાં તેણે કહ્યું હતું કે તે પોતાની પત્ની સાથે કામ ધંધા માટે લખનઉ ગયો હતો, લખનઉમાં તેણે તેની પત્નીને દિવસ દરમિયાન એક પુરુષ સાથે ખોટા કામો કરતી જાેઈ હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ૫ જુલાઈએ બંને લખનઉથી ટ્રેનમાં દુર્ગ આવ્યા હતા. ૬ જુલાઈના રોજ બેમેટારા પહોંચી અને પતિએ છૂટાછેડા લેવાની કવાયત શરૂ કરી. આ પછી ૭ જુલાઈના રોજ લગભગ ૧.૩૦ વાગ્યે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પત્નીએ પતિને કહ્યું કે તું મારી પાસેથી છૂટાછેડા લઈ રહ્યો છે, હું તારી સામે આ ઘરમાં ૧૦ માણસોને બોલાવી શારીરિક સંબંધ બાંધીશ. આ બાબતે આરોપી પતિ ગુસ્સે થઈ ગયો અને તેણે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યાને આત્મહત્યા સાબિત કરવા માટે તે તેની પત્નીની લાશને તેના રૂમમાં લઈ ગયો હતો અને ગળામાં ફાંસો લગાવીને લાશને સીલિંગ ફેન પર લટકાવી દીધી હતી. આ પછી આરોપીએ પોલીસ ચોકી ખંડસરા ખાતે આવીને ફરિયાદ નોંધાવી કે પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે હત્યા કર્યા બાદ પતિએ પત્નીની આત્મહત્યાની કહાની બનાવી હતી, પરંતુ તે પોતાના જ નિવેદન પર ફસાઈ ગયો હતો, નિવેદનમાં વિરોધાભાસ ઘણી વખત બહાર આવ્યો હતો, પોલીસકર્મીઓને શંકા ગઈ હતી અને અંતે પોલીસે કડક પૂછપરછ કરી હતી. ત્યાર બાદ પછી ફરી આરોપી પતિએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે કહ્યું, ‘ગુનાની કબૂલાત કરવા છતાં તેને કોઈ પસ્તાવો ન હતો, તેનું કહેવું હતું કે આ રીતે ચારિત્રહીન પત્નીને પાઠ ભણાવ્યો છે અને તેને પોતે કરેલા કૃત્યનો કોઈ પસ્તાવો નથી.’ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય બાબત છે પણ જાે બન્ને વચ્ચે ઝઘડો થાય અને સ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય અને તે બાબતમાં હત્યા થઈ જાય તે ચોંકાવનારુ કહેવાય. ઝઘડા દરમ્યાન ગુસ્સે થયેલી પત્નીએ પતિને ધમકી આપી અને કહ્યું કે છૂટાછેડા પછી તે તેની સામે ૧૦ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધશે અને તે કશું કરી શકશે નહીં. જેનાથી નારાજ થઈને પતિએ આખરે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ પતિએ લાશને ઘરની અંદર ખેંચી અને પછી ફાંસી પર લટકાવી દીધી. બાદમાં તેણે જાતે જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં આખરે આરોપી પતિની ધરપકડ કરવામાં આવી હતી. મામલો છત્તીસગઢના બેમેટારા જિલ્લાનો છે.
