છતીસગઢ
છત્તીસગઢના જશપુરના પથલગાંવના રહેવાસી ૪૫ વર્ષીય પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાએ જણાવ્યું કે તેમનો ૧૭ વર્ષનો સગીર છોકરો ૮ નવેમ્બર ૨૦૨૧ની રાત્રે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ગયો હતો, કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લાલચ આપીને લઈ ગયો હતો. ફરિયાદના આધારે, પથલગાંવ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંઘી, તપાસ કરવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન, ૨૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ, ફરિયાદી પિતાએ પુત્રને રજૂ કર્યો હતો, બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણ કરાયેલા છોકરાની પૂછપરછ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ઘટનાની તારીખે આરોપી જુહી ડોમ તેને લાલચ આપીને મધ્યપ્રદેશમાં અજાણી ઈંટની ભઠ્ઠીમાં લઇ ગયી હતી. ત્યાં તેને બંધક બનાવીને બળજબરીથી બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો. યુવતીનું સરનામું મળ્યાં બાદ પથલગાંવ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી જુહી ડોમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જુહીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ પછી બાગબહાર વિસ્તારની રહેવાસી ૨૨ વર્ષની આરોપી જુહી ડોમની ૨૮ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ મામલે વધુમાં પોલીસ તપાસ ચાલુ છે.જશપુર જિલ્લામાં એક યુવતીની બળાત્કારના ગુનાહ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ૨૨ વર્ષની યુવતી પર ૧૭ વર્ષના સગીર છોકરાને બંધક બનાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ, બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે સગીરના પિતાની ફરિયાદના આધારે આરોપી યુવતીની ધરપકડ કરી છે. આ ઘટના નવેમ્બર ૨૦૨૧ની છે, જેમાં પોલીસે ૨૮ જુલાઈ ૨૦૨૨ના રોજ કાર્યવાહી કરી હતી. યુવતીને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવી છે.
