Chhattisgarh

દારૂનાં નશામાં ડૉક્ટરે મહિલાને લાફા માર્યા, વાળ ખેંચ્યાં, હૈવાન જેવું વર્તન કર્યું, વીડીયો વાઈરલ

છત્તીસગઢ
છત્તીસગઢના કોરબા જિલ્લામાં દારૂના નશામાં ડોક્ટરે મહિલાને થપ્પડ મારી દીધા હતા. મહિલાનું મ્ઁ લો થવા પર તે સારવાર માટે મેડિકલ કોલેજ ગઈ હતી. પણ ડોક્ટર તેને થપ્પડ મારવા માંડ્યો. મહિલાના પુત્રએ વારંવાર તેનો વિરોધ કર્યો. તો પણ તે ડોક્ટર માન્યો નહીં અને મહિલાને એક પછી એક થપ્પડ માર્યા. ડોક્ટરે મહિલાને એવું પણ કહ્યુ કે કેમ આટલી પીધી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાે કે પછી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યાં મહિલાની સારવાર ચાલી રહી છે. આ મામલે ડૉક્ટરને ‘કારણ બતાવો’ નોટિસ ફટકારવામાં આવી છે. અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગરવાણી ગામની એક મહિલા લો બ્લડપ્રેશરની ફરિયાદને લઈને હોસ્પિટલ પહોંચી હતી. મોડી રાત્રે ફરજ પરના તબીબે તેની સારવાર કરવાના બદલે મહિલા દર્દી સાથે જંગલી જેવો વ્યવહાર કર્યો હતો. ડોક્ટર મહિલાની સારવાર દરમિયાન તેના ગાલ પર સતત થપ્પડ મારી રહ્યો હતો. એટલું જ નહીં તે દર્દીના વાળ પણ ખેંચતો હતો. મહિલાના પુત્રએ ડૉક્ટરની આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ ડૉક્ટર કોઈની વાત સાંભળી રહ્યો ન હતો. દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો જાેતા જ વાયરલ થયો હતો. દર્દીના પુત્ર શ્યામ કુમારે જણાવ્યું હતું કે, “મોડી રાત્રે માતાની તબિયત બગડી હતી. આ અંગે અમે ૧૦૮ અને ૧૧૨નો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે હજુ સમય લાગશે. ત્યારબાદ તેની તબિયત બગડતી જાેઈને તે તેને હોસ્પિટલ લઈ આવ્યો. આ દરમિયાન, ડોકટરે માતા સાથે આવું વર્તન કર્યું. તેણીએ વિરોધ કર્યો ત્યારે તેણીએ ચૂપ રહેવા કહ્યું”. આ સમગ્ર ઘટના પર મેડિકલ કોલેજ હોસ્પિટલના ડીન ડૉ.અવિનાશ મેશરામે કહ્યું કે ડૉક્ટરની ઓળખ થઈ ગઈ છે. કેસની તપાસ ચાલી રહી છે. તેમજ તબીબને કારણ બતાવો નોટીસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *