Chhattisgarh

નાની વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી મારમારી,આ મારામારીનો વીડીયો થયો વાયરલ

છત્તીસગઢ
લોકો વચ્ચે ઝઘડા ઘણીવાર થતા હોય છે. કેટલીકવાર લોકો નાની નાની વાતોમાં એકબીજા સાથે ઝઘડો કરવા લાગી જાય છે અને બાદમાં તે નાનો ઝઘડો મોટી લડાઇમાં બદલાઇ જાય છે. તમે જાેયું હશે કે ઘણી વખત ‘તુ-તુ, મૈં-મૈં’થી શરૂ થયેલી લડાઈ મારામારી અને લાકડીઓ ઉઠાવવા સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં આ ઝઘડા જીવલેણ પણ બની જાય છે. આવા ઝઘડા સાથે જાેડાયેલા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજકાલ આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે છકરીઓ એકબીજા સાથે ખૂબ મારપીટ અને ઝઘડો કરતી નજરે () પડે છે અને તે ક્યાંય બીજે નહીં પણ ક્લાસરૂમની અંદર જ. શું છે વાયરલ વિડીયોમાં? તે જાણો… વિડીયોમાં જાેવા મળ્યું કે ક્લાસરૂમમાં બે મોટી સ્ક્રીન છે, તો સામે ટેબલ પર લેપટોપ અને બુક પણ રાખવામાં આવ્યા છે. સાથે જ ક્લાસરૂમમાં બે છોકરીઓ એકબીજાના વાળ પકડીને ઝઘડતી જાેવા મળે છે. તેમની વચ્ચે ઘણી માથાકૂટ થતી જાેઇ શકાય છે. આ સમય દરમિયાન વર્ગખંડમાં ઘણા બધા છોકરા-છોકરીઓ હાજર હોય છે, પરંતુ તેમના ઝઘડા વચ્ચે કોઈ આવવા માંગતું નથી કે તેમને ઝઘડામાંથી છોડાવવા માટે પણ કોઈ પ્રયાસ કરતું નથી. જાેકે, બાદમાં એક છોકરી બહારથી આવે છે અને વચ્ચે પડવાની કોશિશ કરે છે. પછી તેઓ એકબીજાથી અલગ થાય છે, નહીં તો જે રીતે બંને એકબીજાને થપ્પડ મારી રહી હતી, તો એવું લાગતું હતું કે જાણે તેમની લડાઈ પૂરી નહીં થાય. જાણ્યું કે કઈ બાબતે થયો ઝઘડો?! અને જાણી સૌ કોઈ વિચારમાં કે આ હતી બાબત કે થયો ઝગડો! આ ઝગડાનો વિડીયો એકદમ આશ્ચર્યજનક છે, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર જ્રમ્ટ્ઠરટ્ઠિૈાીાટ્ઠઙ્મીજર નામના આઇડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે કોણ વધુ હોટ છે તે અંગે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. અને આ વીડીયો આગની જેમ વાયરલ થઇ રહ્યો છે વિડીયો.. ૨૩ સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધી ૬૩ હજારથી વધુ વખત જાેવામાં આવી ચૂક્યો છે, તો સેંકડો લોકોએ આ વિડીયોને લાઈક પણ કર્યો છે. સાથે જ લોકો વિડીયો જાેઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે બંને હોટ છે, તો કોઈ કહી રહ્યું છે કે ‘આમાં લડવાની શું જરૂર છે .. અમે તમને કહીએ છીએ કે કોણ હોટ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *