Chhattisgarh

પંજાબના ચર્ચમાં થયેલી તોડફોડ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરશે તપાસ

ચંદીગઢ
પંજાબ સરકારે તરનાતરન જિલ્લાના ઠાકરપુરા ચર્ચમાં દુર્વ્યવહાર અને આગ લાગવાની ઘટનાના કેસમાં ઝડપથી તપાસ કરવા માટે ત્રણ સદસ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની નિમણૂક કરી છે. આ કમિટિમાં ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) ફિરોજપુર રેન્જના નેતૃત્વમાં એસએસપી તરનતારન અને એસપી ઈન્વેસ્ટિગેશન તરનતારન સામેલ છે. ડીજીપી ગૌરવ યાદવે કહ્યુ કે, એસઆઈટી દરરોજ આ મામલે તપાસ કરશે અને અદાલતમાં બને તેટલો ઝડપથી અંતિમ રિપોર્ટ રજૂ થાય તેની ખાતરી આપશે. એસઆઈટી કેસની તપાસમાં મદદ માટે કોઈ અન્ય અધિકારીઓ કે કર્મચારીઓનો સહયોગ લઈ શકે છે. પંજાબ પોલીસ અમન અને કાનૂનને કાયમ રાખવાની સાથે સાથે પંજાબમાં શાંતિમય માહોલ અને ભાઈચારાને કાયમ રાખવા માટે વચનબદ્ધ છે. પોલીસની ટીમ દરેક ખૂણેથી કેસની તપાસ કરી રહી છે. વહેલી તકે બધા જ દોષિતોની ધરપકડ કરવામાં આવશે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબમાં ધાર્મિક સ્થળો પર હુમલા બાદ પોલીસે ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની તપાસ શરૂ કરૂ છે. એડીજીપી લેવલના અધિકારીઓ પોતે જુદી-જુદી જગ્યાઓએ જઈને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી રહી છે. પંજાબ પોલીસમાં એડીજીપી લો એન્ડ ઓર્ડર પંજાબ પ્રવીણ કુમાર સિન્હા આજે લુધિયાના પહોંચ્યા હતા અને ધાર્મિક સ્થળો, જેવા કે ચર્ચ, મંદિર, ગુરુદ્વારા સાહિબ અને મસ્જિદોની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાની મોનિટરિંગ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે પણ પૂછપરછ અને તપાસ કરી. એડીજીપી સિન્હાએ સૌથી પહેલાં જમાલપુર સ્થિત ચર્ચ અને જમાલપુર મેટ્રો રોડ પર આવેલા શ્રી વિશ્વનાથ મંદિર અને સમરાલા ચૌક સ્થિત ગુરુદ્વારા અર્જુન દેવ સાહિબમાં તપાસ કરી હતી. ત્યારબાદ ડિવિઝન નંબર પાંચના વિસ્તારમાં પણ આ જ રીતે તપાસ અભિયાન ચલાવ્યું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *