Chhattisgarh

પત્ની જાે ગુટખા ખાઈ અને દારુ પીને પતિને હેરાન કરે તો તે ક્રૂરતા છે ઃ છત્તીસગઢ હાઈકોર્ટે

રાયપુર
છુટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે પોતાના એક મહત્વના ર્નિણયમાં કહ્યું કે, પત્ની જાે પુરુષોની માફક પાન મસાલા, ગુટખા અને દારુ સાથે નોનવેજ ખાઈને પતિને હેરાન કરે તો, તે ક્રૂરતા છે. જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશના રદ કરતા પતિ તરફથી દાખલ કરવામાં આવેલી છુટાછેડાની અરજીનો સ્વીકાર કર્યો હતો. હકીકતમાં જાેઈએ તો, કોરબા જિલ્લાના બાંકીમોંગરામાં રહેતા યુવકા લગ્ન કટધોરાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના ૭ દિવસ બાદ ૨૬ માર્ચ ૨૦૧૫ની સવારે તેની પત્ની બેડ પર બેભાન થઈને પડી હતી. પતિએ તેની સારવાર કરાવવા માટે ડોક્ટર પાસે લઈ ગયો તો તેને ખબર પડી કે, તેણે દારુ સાથે નોનવેજ ખાધું છે અને તેને ગુટખાનું વ્યસન છે. જ્યારે આ વાત મહિલાના સાસરિયાવાળાઓને ખબર પડી તો, તેમણે અલગ અલગ રીતે ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, પણ તે માની નહીં. ત્યાર બાદ સાસરિયાપક્ષ સાથે તે ખરાબ વ્યવહાર કરવા લાગી. અરજીમાં કહેવાયું છે કે, મહિલા ગુટખા ખાઈને બેડ પર આમતેમ થુંકી દેતી હતી. જાે પતિ આવું કરવાની ના પાડે તો, દરરોજ ઝઘડા કરતી હતી. મહિલાએ ૩૦ ડિસેમ્બરે ૨૦૧૫માં આગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત બે વાર છત પરથી પણ કુદી ગઈ હતી અને એક વાર ઝેરી દવા પણ પી ગઈ હતી. જાે કે, દરેક વખતે તે બચી ગઈ હતી. પત્નીની આવી હરકતોથી કંટાળેલા પતિએ છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પણ ફેમિલી કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી. આ ર્નિણયને પડકાર આપતા પતિએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને ફગાવી દીધો અને પતિને છુટાછેડા માટે મંજૂરી આપી દીધી હતી.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *