Chhattisgarh

લોહીનું દબાણ ઓછુ થઈ જતા મહિલા પહોંચી હોસ્પિટલ, ડોક્ટરે લાફા માર્યા, વીડીયો થયો વાઈરલ

છત્તીસગઢ
છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો કોરબાની જિલ્લા મેડિકલ કોલેજનો છે. મહિલાને બીપી લો થઈ ગયું હતું. બીપી લો થવાની ફરિયાદ પર તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મેડિકલ કોલેજના ડીન ડો.અવિનાશ મેશ્રામે કહ્યું કે તેમને આ મામલે જાણકારી મળી છે. તેમણે કહ્યું કે અમને જાણ થઈ છે કે ડોક્ટર દારૂના નશામાં હતો અને તેણે દર્દીને લાફા માર્યા. આરોપી ડોક્ટરને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ કેઝ્‌યૂઅલ્ટીમાં તૈનાત ડોક્ટરે મહિલા દર્દીને એક બાદ એક લાફા માર્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી લીધી. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી દારૂડિયા ડોક્ટર પાસે નોટિસ મોકલી જવાબ માંગવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે મહિલાનું બીપી લો થઈ ગયું હતું. તેના પરિજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. સારવાર દરમિયાન ડોક્ટરે અનેકવાર લાફા માર્યા. સારવાર દરમિયાન ડોક્ટર દારૂ પીધેલો હતો. હાલ દર્દીના પરિજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરી નથી. ડોક્ટર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *