Delhi

અમારી સરકાર બનશે તો શહીદોના પરિવારને ૧ કરોડની સન્માન રકમ ઃ કેજરીવાલ

નવીદિલ્હી
અરવિંદ કેજરીવાલની ઉત્તરાખંડની આ છઠ્ઠી મુલાકાત છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની દેહરાદૂન મુલાકાતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અરવિંદ કેજરીવાલની દેહરાદૂનની મુલાકાત પહેલા દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના ચૂંટણી રણનીતિકાર ગોપાલ રાય દેહરાદૂન પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીના તમામ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ૪૫ દિવસની ચૂંટણીની રણનીતિ બનાવી હતી.આગામી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવા વર્ષના ત્રીજા દિવસે સોમવારે દેહરાદૂનના ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ પર પ્રથમ જાહેર સભા યોજવા પહોંચ્યા છે. ઉત્તરાખંડ દેશ ભક્તોની ભૂમિ છે. અહીંના કણ-કણમાં દેશભક્તિથી ભરેલી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, કર્નલ અજય કોઠીયાલે મને કહ્યું હતું કે ભારતીય સેનામાં મોટાભાગની ભરતી ઉત્તરાખંડમાંથી થાય છે. તેમણે કહ્યું કે દરેક પરિવારમાંથી એક સભ્ય સેનામાં હોય છે. જાે ઉત્તરાખંડના સૈનિકોએ નક્કી કર્યું છે કે, આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી છે તો આ વખતે અમારી પાર્ટીને આવતા કોઈ રોકી શકશે નહીં. કેજરીવાલે કહ્યું કે, સૈનિકોએ નિવૃત્તિ પછી ભટકવું નહીં પડે. જાે ઉત્તરાખંડમાં ‘આપ’ની સરકાર બનશે તો ભૂતપૂર્વ સૈનિકોને સીધી સરકારી નોકરીઓ આપવામાં આવશે. તે ઉત્તરાખંડ નવનિર્માણમાં ભાગ લેશે. તેમણે એમ પણ કહ્યું કે છછઁ સરકાર સત્તામાં આવ્યા પછી, જાે રાજ્યનો કોઈ સૈનિક ક્યાંય પણ શહીદ થાય છે, તો આમ આદમી પાર્ટીના કર્નલ (સેવા નિવૃત્ત) અજય કોઠીયાલ તેમના ઘરે જઈને શહીદ પરિવારને ૧ કરોડ રૂપિયાની રકમનો ચેક આપશે. કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધી તમે તમારા ૧૦ વર્ષ ભાજપને અને ૧૦ વર્ષ કોંગ્રેસને આપ્યા છે. પરંતુ બંને પક્ષોએ મળીને ઉત્તરાખંડને બરબાદ કરી નાખ્યું છે. આ દરમિયાન કેજરીવાલે સૈનિકોને આમ આદમી પાર્ટીને વોટ કરવાની અપીલ પણ કરી હતી.

AAP-CM-Arvind-Kejrival.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *