Delhi

અમુલ ડેરીએ ક્રીમ અને દુધના ભાવમાં વધારો કર્યો

નવીદિલ્હી
તહેવારોની સીઝનમાં મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. શનિવારે ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ અને ભેંસના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જાણકારી અનુસાર અમૂલનું ફુલ ક્રીમ મિલ્ક હવે ૬૨ના બદલે ૬૪ રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.૨નો વધારો કર્યો છે. સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર ૧૬ તારીખથી લાગુ થશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *