નવીદિલ્હી
અમેરિકાએ ભારતને કહ્યાં વગર જ પાકિસ્તાનને હ્લ-૧૬ના રિપેરિંગ માટે ૪૫ કરોડ ડોલરનું ‘સસ્ટેનમેન્ટ પેકેજ’ આપતા ભારતે વિરોધ કર્યો છે. આ વિરોધ અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેયર્સ ડોનાલ્ડ લૂ અંગે વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ર્નિણયના ટાઈમિંગ પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સરકારનું માનવું છે કે આ ર્નિણયની પરસ્પર વધી રહેલા સંબંધો પર કોઈ જ અસર થશે નહિ. જાેકે તેનાથી આ સંબંધોમાં થોડી અસહજતા જરૂર સર્જાશે. કારણ કે અમેરિકાએ આ નિણય અંગે ભારતને પહેલા જાણ કરી નહોતી. તેની ભારતની સુરક્ષા પર ગંભીર અસર થાય છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનને આપવામાં આવનારી આ મદદને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ૨૦૧૮માં રોકી દીધી હતી. જાેકે જાે બાઈડન પ્રશાસને આ ર્નિણયને બદલ્યો હતો. આ જાહેરાત એવા સમયમાં કરવામાં આવી જ્યારે ભારત અમેરિકાના અધિકારીઓની મેજબાની કરી રહ્યું હતું. જેમાં લૂ પોતે સામેલ હતા. અમેરિકાએ જ્યારે તેની જાહેરાત કરી ત્યારે યુએસ-ઈન્ડિયા ટૂ પ્લસ ટૂની ઈન્ટરસેશનલ મીટિંગ અને મેરીટાઈમ સિક્યોરિટી ડાયલોગ ચાલી રહ્યો હતો. આ મુદ્દાને ખૂબ જ કડક રીતે લૂની સાથે ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખશે. અમેરિકાએ કહ્યું છે કે નવા મેન્ટેનન્સ પકેજમાં નવી ક્ષમતાઓ, હથિયાર કે કોઈ દારૂગોળો સામેલ નહિ હોય. ભારત અને અમેરિકાનો ટૂ પ્લસ ટૂ ડાયલોગ ૭ સપ્ટેમ્બરે થયો હતો. જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે જ અમેરિકાએ કોંગ્રેસના એક પ્રસ્તાવને મંજરૂી આપી દીધી, જેમાં પાકિસ્તાનના હ્લ-૧૬ વિમાનોને રિપેરિંગ માટેનું પેકેજ સામેલ હતું. અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી ગતિવિધીઓમાં એક મોટું સહયોગી છે. અગાઉથી ચાલતી આવી રહેલી નીતિ મુજબ, અમેરિકા વેચવામાં આવેલા હથિયારોના રિપેરિંગ માટે કામ કરશે. ભારતનું માનવું છે કે પાકિસ્તાનના હ્લ-૧૬ના કાફલાનું લક્ષ્ય ભારત છે. ભલે તેમાંથી કેટલાક વિમાન હાલ સંચાલનમાં નથી. ભારતને એ વાત પર પણ અચરજ છે કે ચીન સાથે પોતાના રક્ષા સંબંધોમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂક્યા વગર પાકિસ્તાનને આ પ્રકારનું અમેરિકાનું સમર્થન કઈ રીતે મળી રહ્યું છે. એવી અટકળો છે કે અલકાયદાના નેતા અયમાન અલ જવાહિરીને મારવા માટે પાકિસ્તાને ઘણા હવાઈ વિસ્તારોના ઉપયોગને મંજૂરી આપી હતી. આ કારણે પાકિસ્તાનને અમેરિકાએ આ પેકેજ આપ્યું છે. જાેકે પાકિસ્તાન તાલિબાનના આ આરોપથી હમેશાં ઈન્કાર કરતું આવ્યું છે.
