Delhi

અરવિંદ કેજરીવાલ ‘કૃષ્ણ’ સાથે છછઁની સરખામણી કરી, કહ્યું- દૈવીય હસ્તક્ષેપથી બની છે આ પાર્ટી

નવીદિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી ૨૦૧૨માં ભગવાનના હસ્તક્ષેપના કારણે જ અસતિત્વમાં આવી છે. તે ભગવાન કૃષ્ણની જેમ ભષ્ટ્રાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા રાક્ષસોનો વધ કરી રહી છે. તેમણે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પોતાની પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલનમાં કહ્યું કે ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ છછઁની સ્થાપના, ૧૯૪૯માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવ્યાના ૬૩ વર્ષ પછી ઘણા મહિનાઓની ચર્ચા-વિચારણ પછી કરવામાં આવી છે. આ કોઈ સંયોગ નહોતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે રાજકીય પક્ષોએ બંધારણની સ્વતંત્રતાનું અપમાન કરવામાં કોઈ જ ખામી રાખી નહોતી, ત્યારે ભગવાને હસ્તક્ષેપ કરવો પડ્યો અને બંધારણને બચાવવા માટે ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી. તેમણે કહ્યું કે કોઈ પણ અન્ય રાજકીય પક્ષ તે ગતિથી આગળ નથી વધ્યો, જે ગતિથી સ્થાપના પછી ૧૦ વર્ષમાં છછઁ વધી છે. દિલ્હી અને પંજાબમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાને આ દેશના વિકાસ માટે દરેક રાજ્યમાં છછઁનું બીજ વાવ્યું છે, અમને એક મોટી જવાબદારી આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને પંજાબમાં વાવેલા બીજ, હવે ઝાડમાં બદલાઈ ગયા છે અને લોકોને પોતાનો સુખદ છાયડો અને ફળો આપી રહ્યાં છે. હવે આ બીજ ગુજરાતમાં પણ એક ઝાડમાં બદલાશે. કેજરીવાલે કહ્યું કે લોકો છછઁના ઈમાનદાર રાજકારણ અને દિલ્હીમાં તેની સરકારે કરેલા કર્યોને જાેઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે છછઁ માત્ર ૧૦ વર્ષની પાર્ટી છે. હજી તો બાળક છે. જેમ ભગવાન કૃષ્ણએ ઘણા રાક્ષસોનો સંહાર કર્યો, તે જ રીતે આમ આદમી પાર્ટી પણ શક્તિશાળી તાકાતથી લડી રહી છે. ભષ્ટ્રાચાર, બેરોજગાર અને મોંઘવારી જેવા ઘણા મોટા રાક્ષસોને મારી રહી છે. આપની પાર્ટીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરીને ભાજપે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તે (અરવિંદ કેજરીવાલ) એક સત્તા લોભી અને નિવદેન બહાદુર છે, તે પોતાની પાર્ટીએ બે રાજ્યોમાં ચૂંટણી જીત્યા પછી પોતને ભગવાન માની રહી છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *