નવીદિલ્હી
રવિચંદ્રન અશ્વિન ૈંઁન્ ઇતિહાસમાં પહેલી વખત ‘રિટાયર્ડ આઉટ’ થતો બેટ્સમેન છે. જ્યારે કોઈ બેટ્સમેન ઇજાગ્રસ્ત થયા વગર કે પછી એમ્પાયરની મંજૂરી વગર ક્રિઝ છોડી જતો રહે છે, તો તેને ‘રિટાયર્ડ આઉટ’ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ માનવામાં આવે છે અને તે ફરી મેદાન પર પરત ફરી શકતો નથી. જ્યારે એક વખત કોઇ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થઈ જાય છે, તો તે ફરી બેટિંગ કરવા આવી શકતો નથી. તો બીજી તરફ, રિટાયર્ડ હર્ટ થતો બેટ્સમેન ટીમની જરૂરિયાત અનુસાર ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે. અશ્વિન નિયમોનો લાભ લેવામાં માહેર છે. અશ્વિન આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ઇનિંગ માટે ૧૦ મી ઓવરમાં છઠ્ઠા નંબર પર બેટિંગ માટે ઉતર્યો હતો. જાે કે, ૧૯ મી ઓવરમાં રણનીતિ હેઠળ અશ્વિન ‘રિટાયર્ડ આઉટ’ થઈ ગયો. જ્યારે અશ્વિને રિટાયર્ડ આઉટ થવાનો ર્નિણય લીધો તે સમયે સામેની બાજુએ શિમરોન હેટમાયર ઉભો હતો. ઇનિંગના બ્રેક દરમિયાન જ્યારે શિમરોન હેટમાયરને આ સમગ્ર ઘટનાક્રમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેને આ વિશે કોઈ જાણકારી નથી. હેટમાયરે કહ્યું કે, તેને પણ ખબર ન હતી કે અશ્વિન અચાનક ક્રિઝ છોડી ડગઆઉટમાં કેમ ગયો. રાજસ્થાન રોયલ્સની ઇનિંગ બાદ શિમરોન હેટમાયરે ખુલાસો કર્યો કે, તેને અશ્વિનની રણનીતિ વિશે જાણકારી આપવામાં આવી ન હતી. હેટમાયરે કહ્યું, મને આ વિશે કોઈ જાણકારી ન હતી. તે થોડો થાકેલો પણ હતો. આ એક સારો ર્નિણય હતો, કેમ કે પરાગે અમારા માટે એક સિક્સ પણ મારી હતી. રવિચંદ્રન અશ્વિને ૨૩ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા, જેમાં બે સિક્સ મારી હતી. રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપરજાયન્ટ્સ સામે ૩ રનથી રોમાંચક જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સે પહેલી બેટિંગ કરી શિમરોન હેટમાયરની અર્ધસદીના દમ પર ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાન પર ૧૬૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનઉની ટીમ ૮ વિકેટ પર ૧૬૨ રન બનાવી સકી હતી. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગમાં યુજવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ૪ વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે.લખનઉ સુપર જાયન્ટ્સ સામે રવિવારની ૈંઁન્ મેચમાં રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર રવિચંદ્રન અશ્વિના એક ર્નિણયે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આ મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિન મેચની ૧૯ મી ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર જ ડગઆઉટમાં પરત ફરતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ૈંઁન્ ના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું હશે જ્યારે કોઈ બેટ્સમેન ‘રિયાટર્ડ આઉટ’ થયો છે.


