Delhi

આરસીબી ૧૨ માર્ચે કેપ્ટન સાથે ટીમની નવી જર્સી લોન્ચ કરશે

નવીદિલ્હી
બેંગ્લોર ટીમના આઇકોન ખેલાડી વિરાટ કોહલીએ આઈપીએલ ૨૦૨૧ પછી કેપ્ટનશીપ છોડી દીધી છે. ટીમ સુકાની માટે નવું નામ શોધી રહી છે. ટીમે કોહલી સિવાય ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રીટેન કર્યા હતા. જાે કોઈ ભારતીયને બેંગ્લોર ટીમનો કેપ્ટન બનાવવાની વાત કરીએ તો દિનેશ કાર્તિકનું પણ એક નામ છે. તેની પાસે કોલકાતા ટીમમાં કેપ્ટનશિપ કરવાનો ઘણો અનુભવ છે. તે ટીમનો સિનિયર ખેલાડી પણ છે. આ ટીમ સાથે બીજું નામ છે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ફાફ ડુ પ્લેસિસનું. ફાફ ડુ પ્લેસિસને પણ કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે. વિરાટ કોહલીએ લાંબા સમયથી ટીમનું સુકાન સંભાળ્યું છે. આ વખતે તે માત્ર એક ખેલાડી તરીકે જ રમતા જાેવા મળશે. આ વખતે વિરાટ કોહલી બેટથી કેવું પ્રદર્શન કરે છે તે જાેવું રહ્યું. મહત્વનું છે કે તમામની નજર હવે ૧૨ માર્ચના રોજ બેંગ્લોરની ટીમ પર રહેશે. આઈપીએલ ૨૦૨૨ માં અત્યાર સુધી કુલ ૯ ટીમોએ પોતાના સુકાની જાહેર કરી દીધા છે. ત્યારે બેગ્લોર એક માત્ર એક ટીમ છે જેણે હજુ સુધી સુકાની જાહેર કર્યો નથી.આઈપીએલ ફ્રેન્ચાઇઝી ઇઝ્રમ્ એ જાહેરાત કરી છે કે તેઓ ૧૨ માર્ચના રોજ એક મોટી ઇવેન્ટ કરવા જઇ રહી છે. આરસીબી આ સિઝન માટે તેમની નવી જર્સી લોન્ચ કરશે. ૧૨ માર્ચે ઇઝ્રમ્ ની નવી જર્સીનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની માહિતી ટિ્‌વટર પર આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે આઈપીએલ ૨૦૨૨ ની શરૂઆત ૨૬ માર્ચથી થઇ રહી છે. ટ્‌વીટમાં લખ્યું છે કે ૈંઁન્ ૨૦૨૨ આવી ગયું છે અને અમે સીઝન માટે અમારા થ્રેડ બતાવવા માટે રાહ જાેઈ શકતા નથી. નવી જર્સીનું અનાવરણ ૧૨ માર્ચે બેંગ્લોરની ટીમ અનબોક્સ ઇવેન્ટમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *