નવીદિલ્હી
ઈજાગ્રસ્ત ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે યો-યો ટેસ્ટમાં સફળ રહ્યો હતો અને હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરી રહ્યો છે. નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઇપીએલ ૨૦૨૨ પહેલા તેના કેન્દ્રિય કરાર ધરાવતા ખેલાડીઓની ફિટનેસની તપાસ કરી રહ્યું છે અને એનસીએ ખાતે પંડ્યાનું બે દિવસીય પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે શુભ સંકેત છે. ફિટનેસ ટેસ્ટ એવા ખેલાડીઓ માટે છે જેઓ ઈજામાંથી પરત આવ્યા છે. વ્યસ્ત ૈંઁન્ સિઝન પહેલા ફિટનેસનું આ સામાન્ય મૂલ્યાંકન છે. તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેની વર્તમાન ફિટનેસ સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. એનસીએના એક ખેલાડી વિશે પણ ખરાબ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, પોતાની વર્તમાન ફિટનેસથી નિરાશ થયેલા એક ખેલાડીનું નામ પૃથ્વી શૉ છે. પૃથ્વી શૉએ પણ યો-યો ટેસ્ટ આપ્યો હતો પરંતુ તે આ ટેસ્ટ પાસ કરી શક્યો નહોતો. યો-યો ક્વોલિફિકેશનનો વર્તમાન આંકડો ૧૬.૫ છે, જ્યારે એવું જાણવા મળ્યું છે કે ઓપનર શો આમાં માત્ર ૧૫ જ સ્કોર કરી શક્યો છે. શૉ હજુ સુધી કેન્દ્રિય કરાર ધરાવતા ખેલાડીઓમાં સામેલ નથી પરંતુ તે એનસીએમાં તેની ફિટનેસ વિશે જાણકારી આપવા માટે હતો. સૂત્રોએ કહ્યું, “તે માત્ર ફિટનેસનું મૂલ્યાંકન છે. તેનાથી પૃથ્વીને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાથી રોકી શકાશે નહીં. પંડ્યા અત્યાર સુધી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, પરંતુ આ વખતે પાંચ વખતના ચેમ્પિયને પંડ્યાને રિટેન નહોતો કર્યો અને આ સિઝનમાં પ્રથમ વખત આઈપીએલમાં પ્રવેશી રહેલ ગુજરાત ટાઈટન્સે તેને ખરીદ્યો હતો. પંડ્યા લાંબા સમયથી ઈજાઓથી પરેશાન છે. તે બોલિંગ કરવામાં અસમર્થ હતો. એટલા માટે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. જાેકે, પસંદગીકારોએ હવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પંડ્યાને ત્યારે જ ટીમમાં પસંદ કરશે જ્યારે તે બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ હશે. આવી સ્થિતિમાં પંડ્યા માટે આ આઇપીએલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


