Delhi

ઈઝ ઓફ બિઝનેસ જેટલું જ ઈઝ ઓફ જસ્ટિસ જરૂરી છે ઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પ્રથમ ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરાઇટ્‌સની બેઠકના ઉદ્‌ઘાટન સત્રમાં કહ્યું કે ઇઝ ઓફ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ જેટલું જ જરૂરી ઇઝ ઓફ જસ્ટિસ પણ છે. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયધીશ એન.વી.રમણ અને કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આપણી આઝાદીના અમૃતકાળનો સમય છે. આ સમયે તે સંકલ્પોનો સમય છે જે આગામી ૨૫ વર્ષોમાં દેશને નવી ઉંચાઈઓ પર લઇ જશે. દેશની આ અમૃતયાત્રામાં વેપાર કરવામાં આસાની (ઇઝ ઓફ બિઝનેસ) અને જીવનમાં આસાની (ઇઝ ઓફ લિવિંગ) ની જેમ ન્યાયની આસાની પણ એટલી જ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે કોઇપણ સમાજ માટે ન્યાય પ્રણાલી સુધી પહોંચ જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી ન્યાય વિતરણ પ્રણાલી પણ છે. તેમાં એક મહત્વનું યોગદાન ન્યાયિક અવસંરચનાનું પણ હોય છે. છેલ્લા આઠ વર્ષોમાં દેશના ન્યાયિક અવસંરચનાને મજબૂત કરવા માટે તેજ ગતિથી કામ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઇ કોર્ટ મિશન અંતર્ગત દેશમાં વર્યુઅલ કોર્ટ શરુ કરવામાં આવી રહી છે. યાતાયત ઉલ્લંઘન જેવા અપરાધો માટે ૨૪ કલાક ચાલનારી કોર્ટે કામ કરવાનું શરુ કર્યું છે. લોકોની સુવિધા માટે કોર્ટમાં વીડિયો કોન્ફ્રેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયનો આ વિશ્વાસ દરેક દેશવાસીને એ અહેસાસ અપાવે છે કે દેશની વ્યવસ્થા તેના અધિકારોની રક્ષા કરી રહી છે. આ વિચાર સાથે દેશે રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણની સ્થાપના પણ કરી છે. જેથી નબળાથી નબળા વ્યક્તિને પણ ન્યાયનો અધિકાર મળી શકે. આ પ્રસંગે સીજેઆઈ એનવી રમણે કહ્યું કે અધિકાંશ વસ્તી માટે જિલ્લા ન્યાયિક અધિકારી સંપર્કનો પ્રથમ બિંદુ છે. ન્યાયપાલિકા માટે લોકોની રાય જિલ્લા ન્યાયપાલિકાના અનુભવના આધારિત છે. જિલ્લા ન્યાયપાલિકાને મજબૂત કરવી સમયની માંગણી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *