Delhi

ઋષભ પંત સાથે ક્રિકેટરે જ કરોડોની છેતરપિંડી કરી

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્‌સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ સામે રૂપિયા ૧.૬ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝુરિયસ ઘડિયાળો અપાવવાની લાલચ આપીને મૃણાંક સિંહે આ ચૂનો લગાવ્યો છે. એક ઉદ્યોગપતિ સાથે ૬ લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં તે પહેલેથી જ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. ઋષભ પંતના મેનેજર પુનિત સોલંકીના જણાવ્યા અનુસાર, ઙ્મજઝ્રજ બાઉન્સ ચેક દ્વારા તેની સાથે છેતરપિંડી કરી છે. મિડ-ડેના રિપોર્ટ અનુસાર પંતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં મૃંકે મને અને મેનેજર સોલંકીને જણાવ્યું હતું કે તેણે લક્ઝરી વોચ, બેગ્સ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો છે. તેણે ઘણા ક્રિકેટરોને પણ પોતાના ગ્રાહક ગણાવ્યા હતા. તેણે પંત અને મેનેજરને ખોટા વચનો આપ્યા હતા કે, તે તેમને લક્ઝરી ઘડિયાળો અને અન્ય ચીજવસ્તુઓ સસ્તા ભાવે અપાવી શકે છે. આરોપીની વાત પર વિશ્વાસ કરતા પંતે ફેબ્રુઆરી ૨૦૨૧માં તેને એક લક્ઝરી વોચ અને રિસેલ માટે કેટલીક જ્વેલરી આપી હતી, જે તેણે ૬૫,૭૦,૭૩૧ રૂપિયામાં ખરીદી હતી. આરોપી દ્વારા હજુ તે પરત કરવામાં આવ્યા નથી. મે મહિનાની શરૂઆતમાં જુહુ પોલીસે મૃણાંકની છ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. રિષભ પંત ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ સિરિઝમાંથી આ ખેલાડી પાસેથી એક ઘડિયાળ ખરીદવા માગતો હતો, જેના માટે તેણે રુપિયા ૩૬.૫ લાખ, તેમજ રિચાર્ડ મિલની ઘડિયાળના રુપિયા ૬૨.૫ લાખ ચૂકવ્યા હતા. આઇપીએલ ૨૦૨૨માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું ન હતું. પંતની કેપ્ટનશીપ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. દિલ્હીએ ૧૪માંથી ૭ મેચ જીતી હતી. પંતની ટીમ ૧૪ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ૫માં સ્થાને રહી હતી. ગત મેચમાં પંતના કેટલાક ખોટા ર્નિણયને કારણે ટીમ પ્લેઓફમાં જતા પહોંચતા અટકી ગઈ હતી. પંતને સાઉથ આફ્રિકા સામેની આગામી ૫ મેચની ટી-૨૦ શ્રેણી માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ આ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *