નવીદિલ્હી
એર ઈન્ડિયાએ ઉત્તર અમેરિકામાં ૫ય્ ઈન્ટરનેટ સેવાને કારણે બુધવારે ભારત-યુએસ રૂટ પર આઠ ફ્લાઈટ્સ રદ કરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યુ હતુ કે, બી૭૭૭ સહિત ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટમાં ફીટ કરાયેલા રેડિયો અલ્ટિમીટર ૫ય્ સેવાઓથી પ્રભાવિત થશે નહીં.એરલાઈનના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, યુએસ દ્વારા ૫ય્ રોલઆઉટ બાદ એર ઈન્ડિયાએ યુએસ ઓથોરિટીની મંજૂરી બાદ ૨૧ જાન્યુઆરીથી દેશમાં બી૭૭૭ કામગીરી ફરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે ૫ય્ રોલઆઉટને કારણે એર ઈન્ડિયાએ અગાઉ યુએસએની આઠથી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી. ઉલ્લેખનીય છે કે બોઈંગે એર ઈન્ડિયાને ેંજીમાં બી૭૭૭ પર સંચાલન કરવાની મંજૂરી આપી છે. તે મુજબ શુક્રવારે સવારે પ્રથમ ફ્લાઈટ જાેન એફ કેનેડી માટે રવાના થઈ છે. સાથે જ અન્ય ફ્લાઈટ્સ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો રવાના થશે. હાલ ફસાયેલા મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા પર કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ બુધવારે, ેંજીમાં ૫ય્ વાયરલેસ નેટવર્કના રોલઆઉટ બાદ ભારતે એર ઈન્ડિયાની આઠ ફ્લાઈટ્સ રદ કરી હતી. અગાઉ એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, “યુએસએમાં ૫ય્ સંચારની કામગીરીને કારણે, અમે ૧૯ જાન્યુઆરીની નીચેની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકીશું નહી”.
