નવીદિલ્હી
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એલઆઈસી કન્યાદાન પોલિસી લઈને આવી છે. આ પોલિસીમાં દરરોજ રૂ ૧૩૦ નું ઓછું રોકાણ કરીને તમે દીકરીના લગ્ન સુધી રૂ.૨૭ લાખ નું મોટું ફંડ બનાવી શકો છો. તે જ સમયે, જાે તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને આવકવેરામાં છૂટનો લાભ પણ મળે છે. એલઆઈસી કન્યાદાન પોલિસીના નામે એલઆઈસી કોઈ પોલિસી જ નથી. એલઆઈસી આ નામ હેઠળ કોઈ પોલિસી લઈને આવી નથી. એલઆઈસીએ ટિ્વટર દ્વારા એલઆઈસી પોલિસી ખરીદનારાઓને આ અંગે ચેતવણી આપી છે. એલઆઈસી એ એક નોટિસ જારી કરીને જણાવ્યું છે કે “ઓનલાઈન કે ડિજીટલ પ્લેટફોર્મ પર કેટલીક અયોગ્ય અને ભ્રામક માહિતી છે જેમાં કહેવામાં આવ્યું છે કે એલઆઈસી‘કન્યાદાન પોલિસી’ ઓફર કરી રહી છે. એલઆઈસીએ સ્પષ્ટ કરવા માંગે છે કે કંપની આ નામ હેઠળ કોઈ પોલિસી ઓફર જ કરી રહી નથી. રંંॅજઃ//ઙ્મૈષ્ઠૈહઙ્ઘૈટ્ઠ.ૈહ/ એક લિંક શેર કરી છે જેના પર કોઈપણ એલઆઈસી પ્રોડક્ટસ નું લીસ્ટ જાેઈ શકાય છે. જાે કોઈ વીમા એજન્ટ તમારી સાથે ‘એલઆઈસી કન્યાદાન”‘ પોલિસીમાં રોકાણ કરવા વિશે વાત કરી રહ્યો છે અથવા છેતરપિંડી કરી રહ્યો છે તો સાવચેત રહો. જાે એલઆઈસી કન્યાદાન પોલિસી અંગે કોઈ સંદેશ હોય તો તેને પ્રાધાન્ય આપશો નહીં કારણ કે એલઆઈસી આ નામ હેઠળ કોઈપણ પોલિસી વેચવાની ઓફર કરી રહી નથી. ભારતીય જીવન વીમા નિગમને આ અઠવાડિયે સેબી તરફથી એલઆઈસી દ્વારા ભંડોળ એકત્ર કરવાની પરવાનગી મળી છે. સેબીમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, સરકાર એલઆઈસી ઈસ્યુ દ્વારા ૩૧ કરોડથી વધુ ઈક્વિટી શેર ઓફર કરશે. એલઆઈસીનો એક હિસ્સો એન્કર રોકાણકારો માટે આરક્ષિત રહેશે. ઉપરાંત, એલઆઈસીઇશ્યૂના કદના ૧૦ ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રહેશે. આઈપીઓ એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર છે, અને ઈશ્યુ દ્વારા કોઈ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે નહીં, એટલે કે ઈસ્યુમાંથી મળેલી સંપૂર્ણ રકમ સરકારને જશે. આ ઈસ્યુ ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. એવો અંદાજ છે કે ઇશ્યૂ સાથે, બજાર મૂલ્યની દ્રષ્ટિએ ન્ૈંઝ્ર સરળતાથી દેશની ટોચની ૩ કંપનીઓમાં જાેડાઈ જશે, અને તેજીના કિસ્સામાં, તે ઇૈંન્ને સરળતાથી પાછળ છોડી શકે છે.


