નોઇડા
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક કારીગરને કામનું પૂરું પેમેન્ટ ન મળતાં તેણે ગુસ્સામાં ખૂબ જ અજીબ પગલું ઉઠાવી લીધું હતું. કડીયાએ એક વ્યક્તિના ઘરની બહાર ટાઈલ્સ લગાવી હતી. મિસ્ત્રીને કામ કરવા માટે પૂરું પેમેન્ટ આપવામાં ન આવતા તેણે તે ઘર માલિકની લક્ઝુરિયસ કાર મર્સિડીઝ પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઘટના સેક્ટર ૩૯ સદરપુર વિસ્તારમાંથી સામે આવી છે. આ ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, કારીગર બાઈક પર આવે છે. તેણે હેલ્મેટ પહેર્યું છે. તે બાઈક પરથી ઉતરીને મર્સિડીઝ કાર પાસે આવે છે અને ગાડીમાં આગ લગાવી દે છે. ત્યારબાદ તે બાઈક પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, કારીગરે કાર માલિકના ઘરે ટાઈલ્સ લગાવી હતી. કાર માલિકે આ કામના પૂરા પૈસા આપ્યા નહોતા. કારીગરે વારંવાર પૈસા માંગવા છતાં પણ કાર માલિકે પૈસા આપ્યા ન હતા. ત્યારબાદ તેણે જાેયું કે, તેના ઘરની બહાર એક મર્સિડીઝ ઊભી છે. જેથી તેણે ગુસ્સામાં આવીને કાર પર પેટ્રોલ છાંટી દીધું અને તેમાં આગ લગાવી દીધી હતી. આ પ્રકારનો એક મામલો સહારનપુરમાંથી સામે આવ્યો હતો. જેજેપુરમ કોલોનીમાં ઘરની બહાર એક કાર હતી, તે કારમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. આ મામલે કાર માલિકે સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણ યુવકોએ કારમાં આગ લગાડી હતી. પોલીસે આ ત્રણેય યુવકોની ધરપકડ કરી લીધી છે. કાર માલિક વિકાસ કુમારના પુત્ર સુમેરચંદે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ૨૨ જૂનના રોજ મોડી રાત્રે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારમાં કોઈપણ પ્રકારની ખામી ન હતી અને ચાલુ પણ ન હતી. આ કારણોસર કાર માલિકને શક થતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ વ્યક્તિએ જાણીજાેઈને કારમાં આગ લગાડી છે.


