નવીદિલ્હી
આર્કિલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક ડાયરેક્ટર ધર્મવીર શર્માએ દાવો કર્યો કે કુતુબ મીનારનું નિર્માણ કુતબ અલ-દીન એબકે નહીં પરંતુ રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. તેમણે સૂર્યની દિશાના અભ્યાસ માટે તેનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે કહ્યું- આ કુતુબ મીનાર નથી, પરંતુ સન ટાવર (વૈધશાળા ટાવર) છે. તેનું નિર્માણ ૫મી સદીમાં રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. તેમણેદાવો કર્યો કે મારી પાસે તેના પૂરાવા છે. તેમણે કહ્યું કે, એએસઆઈ તરફથી કુતુબ મીનારનો ઘણીવાર સર્વે કરવામાં આવ્યો છે. ધર્મવીર શર્માએ આગળ કહ્યુ- કુતુબ મીનારમાં ૨૫ ઇંચનો ઝુકાવ છે. આ એટલા માટે કારણ કે તેને સૂર્યના અભ્યાસ માટે બનાવવામાં આવ્યો હતો. ૨૧ જૂનના ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે ત્યાં છાયો હોતો નથી. આ વિજ્ઞાન અને પુરાતાત્વિક તથ્ય છે. તેમણે કહ્યું કે કુતુબ મીનાર એક અલગ માળખુ છે અને તેની પાસે મસ્જિદનો કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે કુતુબ મીનારનો દરવાજાે ઉત્તર દિશામાં છે, જે રાતના ધ્રુવ તારાને જાેવા માટે બનાવવામાં આવ્યો હતો. દેશમાં આ દિવસોમાં જ્ઞાનવાપી મંદિર, તાજમહેલ, કુતુબ મીનાર સહિત અનેક મુદ્દા ચર્ચામાં છે. આ વચ્ચે આર્કિલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક પૂર્વ અધિકારીએ કુતુબ મીનારને લઈને સૌથી મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે કુતુબ મીનારનું નિર્માણ પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્યએ કરાવ્યુ હતું, જેથી સૂર્યની બદલાતી દિશા જાેઈ શકે. તેમણે પોતાના દાવાના પક્ષમાં પૂરાવા રજૂ કરવાની વાત પણ કહી છે. આ દાવો તેવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે જ્ઞાનવાપીથી લઈને મુથુરાની ઈદગાહ, દિલ્હીની જામા મસ્જિદ સુધીમાં પહેલા મંદિર હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ મુદ્દે કોર્ટમાં અરજીઓ પણ કરવામાં આવી છે.
