નવીદિલ્હી
નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા છાત્રાઓને તેમના ઇનરવેર કાઢવા માટે મજબૂર કરવા માટે કેરળમાં ભારે હોબાળો થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ મોટો ર્નિણય લીધો છે. દ્ગ્છએ કહ્યુ કે તે વિદ્યાર્થીનીઓ માટે ફરીથી દ્ગઈઈ્ પરીક્ષાનુ આયોજન કરશે. તેણે જણાવ્યુ હતુ કે છાત્રાઓને ૪ સપ્ટેમ્બરે પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. આ માટે દ્ગ્છએ વિદ્યાર્થીઓને ઈમેલ પણ મોકલ્યો છે. તમને જણાવી દઈએ કે આ મામલાને લઈને ઘણો હોબાળો થયો હતો. આ અંગે એક વ્યક્તિએ કોટરકરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યુ કે તેમની પુત્રી સહિત દ્ગઈઈ્ ઉમેદવારોને ચથામંગલમમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તેમની બ્રા કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ પછી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ અને ૫૦૯ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં દ્ગઈઈ્ પરીક્ષા કેન્દ્ર પર હાજર કોલેજ સ્ટાફના બે સભ્યો અને કેન્દ્રની સુરક્ષા સોંપવામાં આવેલી એજન્સીના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ભારે હોબાળા પછી માનવ અધિકાર પંચે કોલ્લમ ગ્રામીણ એસપીને આ મામલાની તપાસ કરવા અને ૧૫ દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો. નેશનલ કમિશન ફૉર વુમન અને નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે પણ આ ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


