નવીદિલ્હી
રિયા સેન બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુચિત્રા સેનની પૌત્રી છે. તેની માતા અભિનેત્રી મૂન મૂન સેન છે અને મોટી બહેન અભિનેત્રી રાયમા સેન છે. ૪૧ વર્ષની રિયાએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૫ વર્ષની ઉંમરે તે ફિલ્મ ‘વિષકન્યા’માં જાેવા મળી હતી. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘લવ યુ ઓલવેઝ’ હતી. રિયાને ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘સ્ટાઈલ’થી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. તે સમયે આ કોમેડી ફિલ્મની ખૂબ જ ચર્ચા થઈ હતી. રિયા સેને ૯૦ના દાયકાની પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની પાઠકના ગીત ‘યાદ પિયા કી આને લગી’ના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે જગજીત સિંહના ગીત ‘જબ સામને તુમ’ના મ્યુઝિક વીડિયોમાં પણ જાેવા મળી હતી. અભિનેત્રી રિયા સેન છેલ્લે ૨૦૨૦માં વેબ સિરીઝ ‘પતિ પત્ની ઔર વો’માં જાેવા મળી હતી. પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, તે ટૂંક સમયમાં ‘ડેથ ટેલ’ નામની હિન્દી ફિલ્મમાં પણ જાેવા મળશે. અભિનેત્રી પૂજા ભટ્ટ બાદ હવે રિયા સેને કોંગ્રેસની ભારત જાેડો યાત્રામાં ભાગ લીધો છે. રિયા સેન રાહુલ ગાંધી અને તેમના સાથીદારો સાથે જાેવા મળી હતી. અહીં તેમણે મહારાષ્ટ્રના પાતુરથી યાત્રા શરૂ કરી હતી. હવે આ સફરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફોટામાં રાહુલ ગાંધી અને રિયા સેન વોક કરતી વખતે વાત કરતા જાેઈ શકાય છે. રિયાએ નારંગી અને લીલા રંગનું ટોપ પહેર્યું છે. આ સાથે તેણે બ્લુ ડેનિમ જીન્સ પહેર્યું છે. તેના વાળ ખુલ્લા છોડીને, રિયા સેન તેની આંખો પર ડાર્ક ચશ્મા પહેરેલી જાેવા મળે છે. અભિનેત્રી રિયા સેન રસ્તામાં મળતા લોકો સાથે હાથ હલાવીને તેમનું અભિવાદન કરતી જાેવા મળી હતી. રિયા સેન પહેલા પૂજા ભટ્ટે કોંગ્રેસની ભારત જાેડો યાત્રામાં ભાગ લીધો હતો. પૂજા હૈદરાબાદથી આ યાત્રામાં જાેડાઈ હતી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘આશા કરવાની હિંમત.’ કોંગ્રેસની ભારત જાેડો યાત્રા ૭ સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી.
