Delhi

કોંગ્રેસ મહાસચિવ સુપ્રીમના ર્નિણય પર કહ્યું- “આ પ્રક્રિયા અમારી સરકારે શરૂ કરી હતી”

નવીદિલ્હી
આર્થિક રૂપથી નબળા વર્ગને (ઈઉજી) અપાતી અનામતને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. સોમવાર (૭ નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટે એડમિશન અને સરકારી નોકરીઓમાં ઈઉજી માટે ૧૦ ટકા અનામતની જાેગવાઈ કરનારા ૧૦૩માં બંધારણીય સંશોધનના પક્ષમાં ચુકાદો આપ્યો. સર્વોચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ઈઉજી અનામત બંધારણના પાયાના માળખાનું ઉલ્લંઘન કરતું નથી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ ર્નિણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે ઈઉજી શ્રેણી માટે ૧૦ ટકા કોટા યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના ર્નિણયનું કોંગ્રેસ પાર્ટી સ્વાગત કરે છે. આ યાત્રામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા નિભાવી છે. આ અનામત મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનું પરિણામ છે. જયરામ રમેશે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકારે તે પણ સ્પષ્ટ કરવું જાેઈએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી પર તેમનું શું વલણ છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે સામાજિક આર્થિક અને જાતિ જનગણનાને ૨૦૧૨ સુધી પૂરી કરી લેવામાં આવી હતી. તે સમયે હું ગ્રામીણ વિકાસ મંત્રી હતો. મોદી સરકારે સ્પષ્ટ કરવું પડશે કે નવી જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને તેમનું શું વલણ છે. કોંગ્રેસ તેનું સમર્થન કરે છે અને તેની માંગ કરે છે. કોંગ્રેસ મહાસચિવનું નિવેદન પાર્ટી નેતા ઉદિત રાજના નિવેદન બાદ આવ્યું છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટ જાતિવાદી છે, હવે પણ કોઈ શંકા. ઈડબ્લ્યૂએસ અનાતમની વાત આવી તો કઈ રીતે પલટી માટી કે ૫૦ ટકાની મર્યાદા બંધારણીય જવાબદારી નથી. પરંતુ જ્યારે જીઝ્ર/જી્‌/ર્ંમ્ઝ્ર ને અનામત આપવાની વાત આવતી હતી તો ઈન્દિરા સાહની મામલામાં લાગેલી ૫૦ ટકા મર્યાદાનો હવાલો આપવામાં આવતો હતો.’

File-02-Page-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *