Delhi

કોર્ટે જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની અરજીને સુનવણી લાયક ગણતા મુસ્લિમ પક્ષને લાગ્યો આંચકો

નવીદિલ્હી
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. જાેકે કોર્ટે આ મામલાને સુનવણી લાયક ગણાવ્યો છે. કિરન સિંહ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ પહેલાં ૧૫ ઓક્ટોબરના રોજ સુનાવણી કરી હતી અને બંને પક્ષોની દલીલ રજૂ કરી હતી. આ મામલે ૮ નવેમ્બરના રોજ આદેશ આવવાનો હતો. પરંતુ કોઇ બેંચના અધિકારીઓ રજા પર હોવાથી તેની તારીખ ૧૪ નવેમ્બરના રોજ આપી હતી. અને શું છે ત્રણ માંગો?… આ પ્રકરણમાં વાદિની કિરન સિંહ તરફથી મુસ્લિમોના પ્રવેશ વર્જિત કરવો, પરિસર હિંદુઓને સોપવું અને શિવલિંગની પૂજા પાઠ રાગ ભોગની અનુમતિ માંગી હતી. કોર્ટમાં બંને પક્ષ પોતાની ચર્ચા પુરી કરી તેની લેખિત કોપી દાખલ કરી ચૂક્યા છે. વાદિની કિરન સિંહના વકીલોએ દલીલમાં કહ્યું હતું કે વાત સુનવણી યોગ્ય છે કે નહી, આ મુદ્દે અંજુમન ઇંતજામિયા તરફથી જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, તે પુરાવા તથા ટ્રાયલનો વિષયનો છે. જ્ઞાનવાપીનો ગુંબજ છોડીને બધો ભાગ મંદિરનો છે જ્યારે ટ્રાયલ થશે ત્યારે ખબર પડશે કે તે મસ્જિદ છે કે મંદિર. દીન મોહમંદના ર્નિણયના ઉલ્લેખ પર કહ્યું કે કોઇ હિંદુ પક્ષકાર તે કેસમાં ન હતો એટલા માટે હિંદુ પક્ષ લાગૂ ન થાય. એ પણ દલીલ કરી કે વિશેષ ધર્મ સ્થળ વિધેયક ૧૯૯૧ આ વાદમાં પ્રભાવી નથી. સ્ટ્રકચરની ખબર નથી કે મંદિર છે કે મસ્જિદ. જેના ટ્રાયલનો અધિકાર સિવિલ કોર્ટનો છે. કહ્યું કે આ ઐતિહાસિક તથ્ય છે કે ઔરંગજેબે મંદિર તોડીને અને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. વકફ એક્ટ હિંદુ પક્ષ પર લાગૂ થતો નથી. એવામાં આ વાદ સુનાવણીને યોગ્ય છે અન્જુમન તરફ્થી પોષણીયતાના બિંદુ પર આપવામાં આવેલી અરજીને નકારવા યોગ્ય છે. હિંદુ પક્ષના વકીલોએ દલીલ રજૂ કરી હતી કે રાઇટ ટૂ પ્રોપર્ટી એક્ટ અંતગર્ત દેવતાને પોતાની પ્રોપર્ટી મેળવવાનો અધિકાર છે. એવામાં કિશોર હોવાના કારને દાવો કરનારના મિત્ર દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો છે. ભગવાનની પ્રોપર્ટી છે, ત્યારે માઇનર ગણતાં દાવો કરનાર મિત્ર દ્વારા ક્લેમ કરવામાં આવ્યો છે. સ્વીકૃતિથી માલિકાના હક પ્રાપ્ત થતો નથી. એ જણાવવું પડશે કે સંપત્તિ ક્યાં અને કેવી રીતે મળશે. કોર્ટમાં દાવાના સમર્થનમાં સુપ્રીમ કોર્ટની ૬ રૂલિંગ અને સંવિધાનનો હવાલો પણ આપ્યો છે. અને આ હતી મુસ્લિમ પક્ષની દલીલ..તો બીજી તરફ મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇંતજામિયા મસાજિદ તરફથી મુમતાઝ અહમદ, તૌહીદ ખાન, રઇસ અહમદ, મિરાજુદ્દી ખાન અને એખલાક ખાને કોર્ટમાં પ્રતિઉત્તરમાં સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે વાદ દેવતા તરફથી દાખલ છે. તો બીજી તરફ પબ્લિક સાથે જાેડાયેલા લોકો પણ વિવાદમાં સામેલ છે. આ વિવાદ કઇ વાત પર આધારિત છે તેના કોઇ પેપર દાખલ કરવામાં આવ્યા નથી અને કોઇ પુરાવા નથી. કહાનીથી કોર્ટ ચાલતી નથી, કહાની અને ઇતિહાસમાં ફરક છે. જે ઇતિહાસ છે તે જ લખવામાં આવશે. સાથે જ કાનૂની ઉદાહરણો દાખલ કરી કહ્યું હતું કે વિવાદ સુનાવણી યોગ્ય નથી અને તેને નકારી કાઢ્યો હતો.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *