Delhi

કોર્ડેલિયા ક્રૂઝ મુંબઈ પર આવી ૬૬ સંક્રમિતોને કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કર્યા

નવીદિલ્હી
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ પાર્ટીથી ચર્ચામાં આવનાર કોર્ડેલિયા ક્રૂઝમાં કોરોના બ્લાસ્ટ થયો છે . આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ નવા વર્ષની પાર્ટી માટે ૨૦૦૦ લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ આ ક્રૂઝમાં સવાર લગભગ ૬૬ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેને મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા ક્રુઝમાં સવાર લોકોનો ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવશે. બુધવારે સવારે ૭ વાગ્યા સુધીમાં તેમનો રિપોર્ટ આવશે. અમે કસ્તુરબાને પોઝિટિવ આવેલા લોકોના સેમ્પલ મોકલીશું અને તેમને ક્વોરેન્ટાઇન માટે કહેવામાં આવ્યું છે. જે બાદ હવે એવું કહેવામાં આવ્યું છે કે જેઓ પોઝિટિવ જણાય છે તેમને ભાયખલાના રિચાર્ડસન અને ક્રુડદાસ કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવશે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં કોરોના સંર્ક્મણના ૧૮,૪૬૬ નવા કેસ નોંધાયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦ લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૬,૩૦૮ થઈ ગઈ છે. નવા કેસમાંથી ૧૦,૮૬૦ નવા કેસ માત્ર રાજધાની મુંબઈમાં જ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’થી સંક્રમિત લોકોની સંખ્યા ૬૫૩ પર પહોંચી ગઈ છે. મ્સ્ઝ્ર અનુસાર, મુંબઈમાં નવા કેસ પાછલા દિવસની સરખામણીએ ૩૪.૩૭ ટકા વધુ છે. તે જ સમયે, શહેરમાં વધુ બે લોકોના મોત થયા છે. રાજ્યમાં સંર્ક્મણના ૧૨,૧૬૦ નવા કેસ નોંધાયા હતા અને ૧૧ મૃત્યુ નોંધાયા હતા. એટલે કે, ચેપના નવા કેસોમાં ૫૦ ટકાનો વધારો થયો છે. મુંબઈ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ કેસ વધી રહ્યા છે. પુણે જિલ્લામાં પણ મંગળવારે કોરોનાના ૧,૧૦૪ નવા કેસ નોંધાયા હતા. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાના સંજાેગોને ધ્યાનમાં રાખીને ૨૦૨૨માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, થિયેટર, કોન્ફરન્સ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ ર્છે મોટાભાગની પાર્ટીઓ જહાજની અંદર બનેલા પૂલની આસપાસ યોજાય છે. તેના પર ૩૦૦૦ થી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે. જહાજ પર એક જ મુસાફરીનું ભાડું રૂ. ૧૭,૭૦૦ થી રૂ. ૫૩,૧૦૦ સુધી છે.કોર્ડેલિયા ક્રૂઝમાં સવાર લગભગ ૬૬ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ હવે દરેકને મંગળવારે સાંજે મુંબઈ લાવવામાં આવ્યા હતા. જે બાદ તમામ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે પોઝિટિવ મળી આવેલા તમામને મુંબઈના ભાયખલામાં રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવશે.

CORDELIA-CRUISES.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *