નવીદિલ્હી
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૦ કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને ૨૦,૦૦૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી. આ સાથે પીએમ મોદીએ લગભગ ૩૫૧ ખેડૂત ઉત્પાદક સંગઠનોને ૧૪ કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી, તેનાથી ૧.૨૪ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. ઁસ્-દ્ભૈંજીછદ્ગ યોજના માત્ર સૌથી વધુ સંવેદનશીલ ખેડૂત પરિવારોને પૂરક આવક સુનિશ્ચિત કરતી નથી પણ ખાસ કરીને લણણીની ઋતુ પહેલાં તેમની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં ૨૦૦૦ રૂપિયા મોકલવામાં આવે છે. આ અંતર્ગત ૨૦ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાથી ૧૦ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ફાયદો થર્શે વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે આજે ભારતે જે કરી બતાવ્યું છે તે કોઇએ વિચાર્યું પણ ન્હોતું. સાથે જ કહ્યું છે કે સૌનો પ્રયાસ એટલે સંગઠિત શક્તિ છે. ૧૩૦ કરોડ ભારતીયો સંગઠિત થઇ આગળ વધી રહ્યા છે. આ સિવાય ૨૦૨૧માં વિકાસ ક્ષેત્રે અનેક કામો થયા છે. તેમજ પેરાલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતમાં રમત પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને એક નવો યુગ શરૂ થયો છે.વર્ષ ૨૦૨૨ના નવા વર્ષના પહેલા દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ કિસાન નિધિ યોજના હેઠળ ૧૦મો હપ્તો જાહેર કર્યો છે.


