Delhi

ખેડૂતો ગૌમૂત્ર અને જૈવિક ખાતરનો ઉપયોગથી ખેતી કરવા પ્રરિત થયા

નવીદિલ્હી
દરેક પાક સારી રીતે ઉગે તે માટે જમીનમાં પોષક તત્વો હોવા જરૂરી છે. હવે ખેડૂતોએ યુરિયાને બદલે અન્ય વિકલ્પો અપનાવવાનું શરૂ કર્યું છે. યુપીમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં ખાતર માટે યુરિયાને બદલે ગૌમૂત્રનો ઘઉંના પાક પર છંટકાવ કરી સારૂ ઉત્પાદન મેળવ્યું છે.પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરોમાં માત્ર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે. તેમનો પાક સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. આ સાથે તેઓ પોતાના ખેતરોમાં વર્મી કમ્પોસ્ટ, ઓર્ગેનિક પેસ્ટીસાઇડ્‌સ જેવી દવાઓ પણ તૈયાર કરે છે. ઝીરો બજેટ ખેતીથી એક તો ખેડૂતોને કોઈ ખર્ચ કરવો પડતો નથી આ ખેતીમાં ન તો પર્યાવરણ કે જમીનનું પ્રદુષણ થાય છે ત્યારે આ ખેતી સંપૂર્ણ રીતે નફાકારક છે. ત્યારે મોંઘીદાટ દવાઓ અને ખાતરો પરથી ર્નિભરતા ઘટાડી ખેડૂતોએ ઝીરો બજેટ ખેતી અપનાવે તે સમયની પણ માગ છે. આ સાથે છોડના વિકાસ માટે નાઈટ્રોજનની વધુ જરૂર પડે છે. આ માટે ખેડૂતો યુરિયાનો ઉપયોગ કરે છે, કારણ કે યુરિયામાં ૪૬% નાઈટ્રોજન જાેવા મળે છે. આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશના ખેડૂતો વધતી મોંઘવારી વચ્ચે યુરિયાની અછતનો સામનો કરી રહ્યા છે. યુપીના બાંદામાં રહેતા એક ખેડૂતએ યુરિયાની અછતથી પરેશાન થઈને પાકમાં જૈવિક ખાતર તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરીને નવી ટેકનિક અપનાવી છે. તેમનું કહેવું છે કે આનાથી પાકને પૂરતો નાઈટ્રોજન મળશે, જે પાકની સારી ઉપજ આપશે. આ સાથે તેમણે ખેડૂતોને ગૌમૂત્ર અને જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ઝીરો બજેટમાં ખેતી કરવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત વિજ્ઞાન શુક્લા અન્ય ખેડૂતોને પણ આ ટેકનિકની તાલીમ આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમને તેમના કામ માટે ઘણા રાષ્ટ્રીય પુરસ્કારો જેમ કે જગજીવન રામ અને બુંદેલખંડ સ્તરના પુરસ્કારો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝીરો બજેટ ખેતી પર ભાર મુક્યો છે ત્યારે આજના સમયમાં દરેક ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીની ન માત્ર જરૂરીયાત પરંતુ આવશ્યક પણ બની ગઈ છે. ત્યારે ઝીરો બજેટ ખેતીના ઘણા લાભ છે.

Organic-fertilizer.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *