નવીદિલ્હી
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે. તેમણે ૪૧ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જાેકે, પ્રથમ યાદીમાં ૩૬ ધારાસભ્યના નામ છે. સમાચાર છે કે એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે. આસામના ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ ૪૨ ધારાસભ્યો હાજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે સાથે શિવસેનાના ૩૪ અને આઠ અપક્ષ ધારાસભ્યો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, “હું કોઈ જૂથની નહીં પરંતુ મારી પાર્ટીની વાત કરીશ. અમારી પાર્ટી આજે પણ મજબૂત છે. આશરે ૨૦ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ મુંબઈ આવશે ત્યારે તમને ખબર પડશે. બહુ ઝડપથી એ વાત સામે આવશે કે કેવી સ્થિતિમાં આ લોકોએ અમને છોડી દીધા છે. ઈડીના દબાણ હેઠળ પાર્ટી છોડનારા બાળાસાહેબના ભક્તો નથી. અમે બાળાસાહેબના સાચા ભક્તો છીએ. ઈડીનું દબાણ છતાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઊભા રહીશું.” બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે ૧૧ઃ૩૦ વાગ્યે શિવસેનાના નેતાઓની એક બેઠક બોલાવી છે. આ દરમિયાન ચાર વધુ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન મારફતે બુધવારે મોડી રાત્રે ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે. શિવસેના કથિત રીતે સુરત શહેરમાંથી મુંબઈ પરત ફરેલા પોતાના બે ધારાસભ્યોને મીડિયા સામે લાવશે. જે બાદમાં માલુમ પડશે કે ત્યાં શું થયું હતું. બીજી તરફ શિવસેના બાકીના પોતાના ધારાસભ્યોને સાત સિતારા હોટલમાં નહીં રાખે. શિવસેનાનું માનવું છે કે જેમણે પક્ષ સાથે રહેવું હશે તેઓ રહેશે, જેમણે શિંદે સાથે જવું હશે તેઓ ગમે એટલી સતર્કતા રાખશો તો પણ ચાલ્યા જશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ થકી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં ઉદ્ધવે જણાવ્યુ હતુ કે, “શિવસેના અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. અમે બાળાસાહેબના સિદ્ધાંતોને છોડ્યા નથી. શિવસેના હિન્દુત્વ વિના અસ્તિત્વમાં નથી. બાળાસાહેબની શિવસેના અને આજની શિવસેનામાં શું ફરક છે. અમે મુશ્કેલ સંજાેગોમાં ૨૦૧૯ની ચૂંટણી લડ્યા હતા. મેં મારી સંપૂર્ણ જવાબદારી નિભાવી છે. વિધાનસભામાં હિન્દુત્વની વાત કરી. અમે બાળાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યા છીએ. આ બાળાસાહેબની શિવસેના છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જાે તેઓ સીએમ બનવા માંગતા હતો તો મારી સામે આવીને કહેતા કે મારે સીએમ બનવું છે. આ માટે સુરત જવાની શું જરૂર છે? જાે તેષ્ઠણે મારી સામે કહ્યું હોત તો મેં રાજીનામું આપી દીધું હોત. શિવસેના સાથે દગો કરવો યોગ્ય નથી. જાે ધારાસભ્યો ઈચ્છે છે કે હું રાજીનામું આપું, તો હું રાજીનામું આપી દઈશ. ધારાસભ્યો મારી સાથે વાત કરશે તો હું રાજીનામું આપીશ.” એવી પણ માહિતી મળી છે કે શિવસેનાના વધુ બેથી ત્રણ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. મંગેશ કુંડલકરની આગેવાનીમાં આ ધારાસભ્યો સુરત પહોંચ્યો છે. અહીંથી તમામ ધારાસભ્યો ખાસ ચાર્ટર્ડ વિમાનમાં ગુવાહાટી જશે.મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાત્રે પોતાનું અધિકારિક નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેઓ બાન્દ્રા સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા છે. એટલે કે ઠાકરે પોતાના અધિકારિક નિવાસસ્થાન ‘વર્ષા’ને ખાલી કરીને ‘માતોશ્રી’ પહોંચી ગયા છે. એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર ધારાસભ્યો બે દિવસ થવા છતાં ટસના મસ ન થતાં ઠાકરેએ આવું પગલું ભર્યું છે. બીજી શિવસેનાના વધુ ચાર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે. હાલ ઉદ્ધવ ઠાકરેનું આગામું પગલું શું રહેશે તેના પર તમામની નજર મંડાયેલી છે.


