નવીદિલ્હી
આ દેશના લોકો માને છે કે તેમના સંબંધીઓ જૂના વર્ષના અંતની ઉજવણી કરવા માટે તેમની કબરો પર પાછા ફરે છે. તેથી જ લોકો તેની કબરો પાસે સૂવા માટે જાય છે. આ દરમિયાન અહીં તે લોકો પોતાના પરિવારને ખુશ કરવા આતિશબાજી કરતા પણ જાેવા મળે છે. સાથે જ તેઓ તેમના પૂર્વજાેની કબરોને સારી રીતે શણગારે છે અને પાર્ટી કર્યા પછી, તેઓ કબરની પાસે પલંગ મૂકીને સૂઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નવા વર્ષ દરમિયાન ચિલીના શહેરોની સાથે ત્યાંના કબ્રસ્તાન પણ રોશનીથી ઝળહળી ઉઠે છે. ચિલીના લોકો આખી રાત આ કબ્રસ્તામાં રહે છે. અહીં કબ્રસ્તાનમાં લોકો જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષનું સ્વાગત કરે છે. તેઓને લાગે છે કે પ્રિય સંબંધીઓ આ પ્રસંગે તેમની સાથે હશે તો તેમનું નસીબ સારું રહેશે. મળતા અહેવાલ અનુસાર અહીના લોકો નવા વર્ષના એક દિવસ પહેલા રાત્રે એક ચમચી કઠોળ ખાય છે. એવું માનવામાં આવે છે કે આ આગામી ૧૨ મહિના માટે સમૃદ્ધિ લાવે છે. ચિલીમાં, આ દિવસે પગરખાની નીચે પૈસા રાખવાનો પણ રિવાજ છે.વર્ષ ૨૦૨૧ પૂરું થઈ ગયું છે અને ૨૦૨૨ ની આજથી શરૂઆત થઈ ચૂકી છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા લક્ષ્યો લઈને આવ્યું છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ છે. નવા વર્ષને આવકારવા માટે લોકો જાેરશોરથી તૈયારી કરતા જાેવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો કબ્રસ્તાનમાં કબરોને સજાવીને અને તેની બાજુમાં સૂઈને નવા વર્ષનું સ્વાગત કરે છે. અમે વાત કરી રહ્યા છીએ ચિલીની, આ દેશમાં લોકો નવા વર્ષને આવકારવા માટે મધરાત પહેલા કબ્રસ્તાનમાં જાય છે. ત્યાં તેઓ તેમના પરિચિતોની કબરો પાસે જઈને સૂઈ જાય છે. નવા વર્ષને આવકારવાની અહિંયા એક વિચિત્ર પરંપરા છે. આ અંગે લોકોનુ માનવુ છે કે, આ રીતે ઉજવણી કરવાથી તેમના પૂર્વજાેના આત્માને શાંતિ મળે છે.
