ન્યુદિલ્હી
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં કોમી રમખાણ થયા બાદ પથ્થરમારામાં અનેક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા ત્યાર બાદ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં દબાણમાં આવતી ગેરકાયદેસર વસાહતો, દુકાનોને તોડી પાડવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું દિલ્હીના જહાંગીરપુરીમાં ગુરુવારે કોંગ્રેસનું ડેલિગેશન અજય માકનના નેતૃત્વમાં પહોંચ્યું હતું. તેઓ પીડિત પરિવારની મુલાકાત લેવા આવ્યા હતા. પોલીસે આ ડેલિગેશનને પીડિત પરિવારને મળવા ન જવા દીધું. જ્યાં, હિંસા થઈ છે તે જગ્યાએ જવા પર પણ તેમને રોકવામાં આવ્યા. માકને કહ્યું કે અમે અહીં એટલા માટે આવ્યા હતા કે પીડિતોને ધર્મના ચશ્માથી ન જાેવામાં આવે. કોંગ્રેસ બાદ તૃણમુલ કોંગ્રેસે પણ પોતાનું ૫ મેમ્બર્સનું ડેલિગેશન જહાંગીરપુરી મોકલવાનો ર્નિણય કર્યો. તેની આગેવાની ્સ્ઝ્ર સાંસદ કાકોલી જાહેર કરશે. આ દરમિયાન હિંસાના ૩ આરોપિઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તે માટે ગૃહમંત્રાલયને ડોઝિયર સોંપવામાં આવશે. આ અગાઉ જહાંગીરપુરીમાં ઓપરેશન બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય લીધો છે. કોર્ટે કહ્યું કે જહાંગીરપુરીમાં પહેલા જેવી સામાન્ય સ્થિતિ કરી દેવામાં આવે એટલે કે ત્યાં અતિક્રમણ પર એક્શન નહીં લેવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આદેશ સમગ્ર દેશમાં લાગુ નહીં રહે. કોર્ટ બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી કરશે.


