Delhi

જાે અગ્નિવીર લડશે તો તેને પરમવીર ચક્ર પણ મળશે ઃ સેના

નવીદિલ્હી
અગ્નિપથ સ્કીમ પર ચાલી રહેલી બબાલ વચ્ચે આજે ત્રણેય સેનાઓ તરફથી ફરી પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. મિલિટ્રી અફેયર્સના અધિક સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ ઘણા પ્રકારની આશંકાને નકારતા કહ્યુ કે જાે અગ્નિવીર ક્યાંય લડાઈ લડશે તો તેને પરમવીર ચક્ર પણ મળશે. તેને કોઈ રીતે અલગ રાખવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે અમે દેશભક્તિની તક આપી રહ્યાં છીએ. અગ્નિપથ ટેલેન્ટને આકર્ષિત કરવાની યોજના છે, જેનાથી સેનાને બેસ્ટ મળે. સેના માટે કામ કરવું એ જુસ્સો છે, નોકરીની જાેગવાઈ નથી. તેમણે ચીન, અમેરિકા અને ઇઝરાયલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે મિલિટ્રી સર્વિસ કેટલા વર્ષની હોય છે, કઈ રીતે તાલિમ હોય છે. લેફ્ટિનેન્ટ જનરલ પુરીએ જણાવ્યું કે હાલમાં જાેવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ યુવાઓએ ફરી ફિઝિકલ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે અમે લોકો સોલ્જરના પ્રોફેશનમાં છીએ. આ દેશની સૌથી મોટી સંપત્તિ છે અને અમે જે સોલ્યૂશન જણાવશું તે દેશની રક્ષા માટે હશે. જે પણ સોલ્યૂશન બનશે તેમાં ત્રણ વસ્તુ હશે- તે દેશની રક્ષા, યુથ અને સોલ્જર પર કેન્દ્રીત હશે. અગ્નિવીર કેમ? તે સમજાવતા તેમણે કહ્યું કે અરૂણ સિંહ કમિટીએ ૧૯૮૯માં કારગિલ રિવ્યૂ કમિટી ૨૦૦૦માં, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે ૨૦૦૧માં, છઠ્ઠા પે કમિશને ૨૦૦૬માં અને ૨૦૧૬માં શેકતકર કમિટીએ ઘણી વસ્તુ સ્પષ્ટ રૂપથી કહી છે. ૧૯૮૯માં બનેલી કમિટીએ કહ્યું હતું કે આપણે જવાનોની ઉંમર અને તેને કમાન્ડ કરનારની ઉંમર ઓછી કરવાની જરૂર છે. કમિટીઓએ રક્ષા સુધારા, સીડીએસની તૈનાતી, ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી, આધુનિકિકરણ વગેરે વસ્તુની ભલામણ કરી હતી. તેમાંથી કેટલાક કામ થયા છે. તેમાંથી એક છે કમાન્ડિંગ ઓફિસર અને સોલ્જરની યંગ પ્રોફાઇલ કરવાની જરૂરીયાત હતી. કમાન્ડિંગ ઓફિસર માટે કામ થઈ ચુક્યુ છે હવે સૈનિકોનો વારો છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં ૮ વર્ષની નિમણૂક થાય છે, જેમાં ૪ વર્ષ એક્ટિવ અને ૪ વર્ષ રિઝર્વ હોય છે. ૧૦ સપ્તાહની ટ્રેનિંગ અને એવરેજ ઉંમર ૨૭ વર્ષ રાખવામાં આવી છે. યુકેમાં ૧૬ વર્ષની ઉંમર રાખવામાં આવી છે. ત્યાં એન્ગેજમેન્ટ ૧૨ વર્ષનું હોય છે. ચીનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ર્ષ્ઠહજષ્ઠિૈॅં ર્જઙ્મઙ્ઘૈીજિ (ફરજીયાત મિલિટ્રી સર્વિસ) ના કેસમાં ૧૮ વર્ષની ઉંમરમાં ૨ વર્ષનું એન્ગેજમેન્ટ હોય છે. ૬ મહિનાની ટ્રેનિંગ હોય છે. આ બધુ જણાવતા પુરીએ કહ્યુ કે, અમે બહારના દેશોથી કોપી-પેસ્ટ ન કરી શકીએ. ભારતની સમસ્યાનું સમાધાન પણ ભારત પ્રમાણે થશે. પુરીએ જણાવ્યું કે અમે દર વર્ષે ઘણા દેશોની સાથે આશરે ૧૦૦ દ્વિપક્ષીય અભ્યાસ કરીએ છીએ. તેની સાથે અમે સમજ્યું કે તેની ઉંમર અને એન્ગેજમેન્ટ પીરિયડ શું છે. તેમાં એવરેજ ઉંમર ૨૬-૨૭ વર્ષ, એન્ગેજમેન્ટ પીરિયડ ૨થી ૪ વર્ષ અને ટ્રેનિંગ ૩થી ૬ મહિના સુધીની જાણવા મળી છે. અગ્નિપથ સ્કીમ લોન્ચ કરતા પહેલા સેનાના સ્તર પર ખુબ મંથન થયું હતું. પુરીએ કહ્યું કે તમામ હિતધારકો સાથે સેવાઓના સ્તર પર ૧૫૦ મીટિંગ્સ અને ૫૦૦ કલાકોની ચર્ચા થઈ. રક્ષા મંત્રાલય સ્તર પર ૪૪ બેઠકો થઈ અને ૧૦૦ કલાક સુધી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોન્ચિંગના સમયની જ્યાં સુધી વાત છે તો અમે ૧૯૯૦માં જ લોન્ચ કરી દેત પરંતુ મંથનમાં સમય લાગ્યો. છેલ્લા બે વર્ષમાં અમને તક મળી અને કોરોનાને કારણે ભરતી પ્રક્રિયા ન થઈ અને આને લોન્ચ કરવાનો અવસર મળી ગયો. તેનો ઇરાદો હતો કે ઓછામાં ઓછા લોકોને મુશ્કેલી પડે. ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. ઓલ ઈન્ડિયા, ઓલ ક્લાસમાં કોઈ ફેરફાર થયો નથી. રેજિમેન્ટની પ્રક્રિયામાં પણ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે, આજે ભરતી થવા માટે એક વેકેન્સી માટે ૫૦થી ૬૦ લોકો આવે છે, એક સિલેક્ટ થાય છે તો ૪૯થી ૫૯ પરત જાય છે. અમારે જરૂર છે કે અમે દેશ માટે બેસ્ટ લઈએ.

India-Additional-Secretary-for-Military-Affairs-Lieutenant-General-Anil-Puri.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *