Delhi

જે દિવસે મુસ્લિમો રસ્તા પર આવી જશે તે દિવસે કોઈ સંભાળી નહીં શકે ઃ મૌલાના તૌકીર

નવીદિલ્હી
મૌલાના તૌકીર રઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બુલડોઝરની કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, જે દિવસે મુસ્લિમો રસ્તા પર આવી જશે તે દિવસે કોઈ સંભાળી નહીં શકે. સાથે એમ પણ કહ્યું કે, આ મારી મોદી સરકારને ચેતવણી છે. ભારતમાં મહાભારત બનતા કોઈ રોકી શકે તેમ નથી. આ સાથે રઝાએ કહ્યું કે, દેશ ભાગલાવાદ તરફ જઈ રહ્યો છે અને ૧૦ દિવસ પછી અમે બેઠક કરીશું અને ત્યારબાદ દિલ્હીથી જેલ ભરો આંદોલન શરૂ થશે, જેમાં તમામ શહેરો અને પ્રાંતોમાંથી લોકો આવશે. આ સાથે મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, જે રીતે વાતાવરણ બનાવવામાં આવ્યું છે તેનાથી ભારતમાં સ્થિતિ બગડી રહી છે. આ વખતે ઈદ અને અક્ષય તૃતીયા એક સાથે છે. સ્પષ્ટ છે કે હિંદુ-મુસ્લિમ તહેવારો એક દિવસે આવી રહ્યો છે. તે સારી વાત છે. અમારી તરફથી હંમેશા એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે. ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલ (ૈંસ્ઝ્ર) ના પ્રમુખે રામ નવમી અને હનુમાન જયંતિ પર પથ્થરમારાના મુદ્દા પર કહ્યું કે, સરકાર અને આરએસએસ દ્વારા પોતાના જાતિના ફાયદા માટે નફરત ફેલાવવામાં આવી છે, તેનાથી લોકો ગુસ્સે થયા છે. જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવાને લઈને યુપીમાં હંગામો થયો છે. આ દરમિયાન, યોગી સરકારે પરવાનગી લીધા વિના લાઉડસ્પીકરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો, આ બાબતે રઝાએ કહ્યું કે, હું સીએમ યોગીની પ્રશંસા કરું છું. આનાથી વિવાદનો અંત આવશે. આ સાથે રઝાએ કહ્યું કે, જેઓ મર્યાદા પુરુષોત્તમ રામમાં માનતા હોય તેમણે રામચરિત માનસનો પાઠ કરવો જાેઈએ, પછી હનુમાનમાં માનનારાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જાેઈએ. તે હોવું જાેઈએ, પરંતુ તેનાથી બીજા કોઈને નુકસાન પહોંચાડવું જાેઈએ નહીં. આને હિંદુ મુસ્લિમો વચ્ચે ૩૬નો આંકડો બનાવવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. જાે કે, આ દરમિયાન તેણે કહ્યું કે, બરેલીમાં પણ નમાઝ દરમિયાન લાઉડસ્પીકર વગાડવામાં આવે છે. સરકારને કહો કે અમને દરિયામાં ક્યાંક ખાડામાં નાખી દે. આ સાથે મૌલાના તૌકીર રઝાએ બુલડોઝર વિશે કહ્યું કે, સરકાર પોતે જ કાયદો પોતાના હાથમાં લઈ રહી છે. કોર્ટનું કામ સરકાર પોતે જ કરી રહી છે. આના કારણે દેશની સ્થિતિ ખરાબથી ખરાબ થશે અને આંદોલન થશે. આ સાથે કહ્યું કે, ઈદ પછી અમારી મીટિંગ છે. જાે સરકાર બુલડોઝર ચાલુ કરશે તો દિલ્હીથી દેશવ્યાપી જેલ ભરો આંદોલન થશે, જેમાં દરેક જિલ્લામાંથી દરેક રાજ્યમાંથી લોકો આવશે. તેમજ કહ્યું કે, આ સમયે કોર્ટની અવગણના કરવામાં આવી રહી છે.

IMC-President-Maulana-Tauqeer-Raza.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *