નવીદિલ્હી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ગુરુવારે સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડ્ઢના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી પંકજ મિશ્રાના ઘરેથી મુખ્યમંત્રી હેમંત સોરેનના નામના અનેક બેંકિંગ દસ્તાવેજાે મળી આવ્યા છે. ઈડ્ઢ મુખ્યમંત્રીના નામે ચેકબુક, પાસબુક વગેરે દસ્તાવેજાે અંગે પૂછપરછ કરશે. આ સમગ્ર મામલો ગેરકાયદેસર ખાણકામ સાથે જાેડાયેલો છે. શું છે મામલો તે જાણો?.. મુખ્યમંત્રીને પૂછપરછ માટે સમન્સ જારી કરવાનું મુખ્ય કારણ તેમના ખાસ પ્રતિનિધિ પંકજ મિશ્રાની ગેરકાયદેસર ખાણકામ અને અન્ય કેસોમાં સંડોવણી ઉપરાંત રૂ. ૪૨ કરોડથી વધુની સંપત્તિઓ ઉભી કરવાનું છે. તેમાં મની લોન્ડ્રિંગના આરોપમાં ફસાયેલા ૈંછજી અધિકારી પૂજા સિંઘલને ખાણ વિભાગ સોંપવાના કારણો સિવાય પ્રેમ પ્રકાશના ઘરેથી મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષા માટે તૈનાત જવાનોને ફાળવવામાં આવેલી બે છદ્ભ-૪૭ અને ૬૦ બુલેટનો સમાવેશ થાય છે. ઈડ્ઢએ સાહિબગંજમાં ગેરકાયદેસર ખાણકામની તપાસ દરમિયાન પુરાવા એકત્ર કર્યા છે કે પંકજ મિશ્રા અને તેના સહયોગીઓ ગેરકાયદેસર ખાણકામના મામલામાં મુખ્યમંત્રીનું નામ લઈને જિલ્લાના અધિકારીઓને ડરાવતા હતા. તે જ સમયે, અધિકારીઓને મુખ્યમંત્રીના રાજકીય દબદબોનો ઉપયોગ કરીને કાર્યવાહી કરતા અટકાવવામાં આવ્યા હતા. સાહિબગંજમાં દરોડા દરમિયાન, ઈડ્ઢને પંકજ મિશ્રાના ઘરેથી એક પરબિડીયું મળ્યું હતું, જેમાં મુખ્યમંત્રીના બેંક ખાતા સાથે જાેડાયેલી ચેકબુક હતી. ગેરકાયદેસર ખાણકામના કેસમાં ધરપકડ કરાયેલ પ્રેમ પ્રકાશે પૂછપરછ દરમિયાન તેના રાજકીય સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.


