નવીદિલ્હી
જ્યારથી ટિ્વટરની કમાન એલન મસ્કે સંભાળી છે, ત્યારથી લાઈમલાઈટમાં ચાલી રહ્યા છે. શુક્રવારે કંપનીમાં છટણી કરવાનો સિલસિલો શરુ થઈ ગયો હતો, આ તમામની વચ્ચે કેટલાય ટિ્વટર યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને સવારના સમયે લોગ ઈન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કેટલાય યુઝર્સે તેના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે. શુક્રવારની સવારે, કેટલાય યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટની સાથે થયેલી સમસ્યાની સૂચના આપી હતી. કેટલાય લોકોએ કહ્યું કે, તે વેબસાઈટમાં લોગ ઈન નથી કરી શકતા. જાણકારી અનુસાર, આઉટેજ લગભગ ૩ વાગ્યે શરુ થયું અને સવારે ૭ કલાકની આસપાસ તે જાેવા મળ્યું છે. જાે કે, આ ફરિયાદ તમામ યુઝર્સ સાથે જાેવા મળી નથી. યુઝર્સે સ્ક્રીન શોટ પાડ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, લોગ ઈનમાં અડચણ આવી રહી છે. લોગ ઈન કરવાની કોશિશમાં દેખાઈ રહ્યું છે કે, કંઈક ખોટુ થઈ રહ્યું છે, પણ ચિંતા ન કરો. ફરી પ્રયાસ કરો. એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે હું ટિ્વટર એક્સેસ નથી કરી શકતો અને મને એરર પ્રોમ્ટ મળી રહ્યું છે. કંઈક ખોટુ થઈ રહ્યું છે, પણ ગભરાશો નહીં, ફરીથી પ્રયત્ન કરો. કથિત રીતે ટિ્વટર અન્ય કારણોથી પણ ચર્ચામાં છે. કંપની સૂત્રોએ દાવો કર્યો છે કે, આજથી ટિ્વટર એવા કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણકારી આપશે કે સોમવારથી આપે નોકરી પર નથી આવવાનું.


