Delhi

ડિવિઝન બેંચના બન્ને જજના મત અલગ, હવે અંતિમ ર્નિણય સુપ્રીમ કોર્ટની મોટી બેંચ કરશે

નવીદિલ્લી
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના ર્નિણય પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચ આ મામલે પોતાનો ચુકાદો જાહેર કર્યો. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો. હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટના બન્ને જજાેનો મત અલગ અલગ છે. સંવિધાનિક પીઠને મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ ગુપ્તાએ પ્રતિબંધનો વિરોધ કરતી અરજીને ફગાવી દીધી. બીજી તરફ જસ્ટિસ સુધાંશુ ધુલિયાનો ર્નિણય હિજાબ પર પ્રતિબંધના પક્ષમાં છે. બન્ને જજાેનો ર્નિણય એકબીજાથી સાવ અલગ અલગ છે. હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ સોંપી દેવાયો છે. જે અંતર્ગત હવે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ સોંપી દેવામાં આવ્યો છે. હવે ત્રણ જજાેની બેંચ હિજાબ કેસ અંગે ર્નિણય આપશે. બે જજાેની બેંચ વચ્ચે આ મામલે મતમતાંતર સામે આવતા હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચને આ મામલો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલા સુપ્રીમ કોર્ટે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયને પડકારતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ૨૧ વકીલો વચ્ચે દસ દિવસ સુધી દલીલો ચાલી હતી. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ યથાવત રહેશે કે નહીં. તે મુદ્દે ભારે ઓહાપોહ મચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો. જેમાં બે જજાેની બેંચ વચ્ચે મતમતાંતર જાેવા મળ્યું. કર્ણાટક હાઈકોર્ટમાં આજ વર્ષે ૧૫ માર્ચના રોજ ઉડુપ્પીના સરકારી પ્રી યૂનિવર્સિટી ગર્લ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓની એ અરજીને ફગાવી દેવાઈ હતી, જેમાં વર્ગ ખંડ એટલેકે, ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગવામાં આવી હતી.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *