Delhi

દિલ્હીના શરાબ કૌભાંડમાં ઈડીએ ૩૫ જગ્યાએ દરોડા પાડી તપાસ હાથ ધરી

નવીદિલ્હી
દિલ્હીના દારૂ કૌભાંડમાં દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દિલ્હી સહિત હૈદરાબાદ અને પંજાબમાં ૩૫ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં ઈડ્ઢના દરોડામાં અત્યાર સુધીમાં દારૂ કૌભાંડમાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૨૮ સપ્ટેમ્બરે ઈડ્ઢએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. ઈડ્ઢની એફઆઈઆર મુજબ, ઈન્ડોસ્પિરિટ્‌સના માલિક સમીર મહેન્દ્રુ દ્વારા સિસોદિયાના “નજીકના સહયોગીઓ”ને કરોડોમાં ઓછામાં ઓછી બે ચૂકવણી કરવામાં આવી હતી, જેઓ દારૂના વેપારીઓમાં કથિત રીતે એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં સામેલ હતા.
બીજી તરફ, સીબીઆઈ એફઆઈઆરમાં આરોપ છે કે ડેપ્યુટી સીએમ સિસોદિયાના કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ વિજય નાયર વતી સમીર મહેન્દ્રુ પાસેથી લગભગ ૨-૪ કરોડ રૂપિયા રોકડા લીધા હતા.
અગાઉ ૬ સપ્ટેમ્બરે ઈડીએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ૩૫ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દિલ્હી ઉપરાંત ઈડ્ઢએ ગુરુગ્રામ, લખનૌ, હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ અને પંજાબમાં પણ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના નિશાના પર દારૂના વેપારીઓ હતા. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે ઈડીના દરોડામાં સામેલ નહોતું.
આ દરોડા પછી ૧૬ સપ્ટેમ્બરે ઈડીએ ૪૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં હૈદરાબાદમાં ૨૫ અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય ઈડ્ઢએ લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ પૂછપરછ કરી છે.મામલામાં ઇડીએ મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. આ રાજ્યોમાં દારૂના કારોબારીઓ, વિતરકો અને સપ્લાય ચેઈન નેટવર્ક સાથે જાેડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.ઇડીની કાર્યવાહી ત્યારે શરૂ થઈ, જ્યારે એજન્સીની ટીમોને મુખ્યાલયથી દરોડાવાળા સ્થાનો માટે નીકળતી જાેવા મળી.
દારૂ નીતિ મામલામાં જ અરેસ્ટ થયેલા આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ અને બિઝનેસમેન વિજય નાયરને ગઈ કાલે (ગુરુવારે) દિલ્હીની અદાલતે બે અઠવાડિયા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. પ્રોસિક્યુશન મુજબ, નાયરે અન્ય લોકો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેનો એક ભાગ દિલ્હી સરકારની આબકારી નીતિ, ૨૦૨૧-૨૦૨૨ ઘડીને લાગુ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે તેનો ઈરાદો સરકારને છેતરીને દારૂના ઉત્પાદકો અને તેના વિતરકોને અનુચિત અને ગેરકાયદેસર લાભ આપવાનો હતો અને આ નીતિના પરિણામે સરકારને મોટી આવકનું નુકસાન થયું હતું.
સીબીઆઇએ નાયબ મુખ્યમંત્રી મનીષ સહિત લોક સેવકો અને અન્ય અજ્ઞાત લોકો સામે ભારતીય દંડ સંહિતા અને અન્ય ભ્રષ્ટાચાર નિરોક્ષક કાયદાઓ હેઠળ મામલો દાખલ કર્યો હતો. એફઆઈઆર મુજબ, આરોપી જાહેર સેવકોએ સક્ષમ અધિકારીઓની પરવાનગી લીધા વિના આબકારી નીતિ અંગે ર્નિણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીનો ઈરાદો દારૂના લાયસન્સધારકોને અયોગ્ય ફાયદો કરાવવાનો હતો.મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર, ૨૦૨૧ના રોજ લાગુ કરાયેલ તેની નવી આબકારી નીતિ પાછી ખેંચીને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી જૂની એક્સાઇઝ સિસ્ટમને પુનઃસ્થાપિત કરી હતી.
રેડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કરીને ગંદા રાજકારણ માટે અધિકારીઓનો સમય બરબાદ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે સીબીઆઈ અને ઈડીના ૩૦૦થી વધારે અધિકારીઓ ૨૪ કલાક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતું કશું કર્યું નથી માટે તેમને કશું નથી મળી રહ્યું તેવો બચાવ કર્યો હતો અને ૫૦૦થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *