નવીદિલ્હી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પ્રદૂષણને જાેતા સમગ્ર દિલ્હીમાં બાંધકામની ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે મેં શ્રમ મંત્રી મનીષ સિસોદિયાને આ સમયગાળા દરમિયાન દરેક કન્સ્ટ્રક્શન વર્કરને ૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિને આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પ્રદૂષણને જાેતા સમગ્ર દિલ્હીમાં બાંધકામની ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે મેં શ્રમ મંત્રી મનીષ સિસોદિયાને નિર્દેશ કર્યો છે કે આ સમયગાળા દરમિયાન દરેક કન્સ્ટ્રક્શન વર્કરને નાણાકીય સહાય તરીકે ૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિને આપે, જ્યાં સુધી બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી નહીં મળે ત્યાં સુધી મજૂરોને આ રકમ મળશે. સ્ટબલના ધુમાડા અને સ્થાનિક પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. કેન્દ્રની એર સ્ટાન્ડર્ડ બોડી સફર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું કારણ ધૂમાડો અને સ્થાનિક પ્રદૂષણ સાબિત થયું છે. સપાટીની હવા પણ તેની સાથે સ્ટબલનો ધુમાડો દિલ્હી-એનસીઆરમાં લઈ જાય છે, જેના કારણે પ્રદૂષણમાં સ્ટબલના ધુમાડાનો હિસ્સો નોંધાઈ રહ્યો છે. રાજધાનીની સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (છઊૈં) આજે ૨ નવેમ્બરના રોજ સવારે ૭ વાગ્યાની આસપાસ ૩૭૩ પર નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ નબળી શ્રેણીનો છે. જાે કે, તે પાછલા દિવસ કરતા થોડો સારો છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ, ૩૮૫ દિલ્હીમાં આગલા દિવસે એટલે કે મંગળવારે સવારે ૮ વાગ્યે નોંધવામાં આવ્યો હતો.
